IPL 2025: આ ખેલાડી CSK માટે બોજ બન્યો, લાખો રૂપિયા ગયા પાણીમાં!

IPL 2025: ચેન્નાઈની ટીમની સતત હાર થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત આ સિઝનમાં ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. પોઈન્ટ ટેબલમાં પણ ટીમ સૌથી નીચે છે. અત્યાર સુધી ટીમ 9 મેચમાંથી ફ્કત 2 મેચ જીતવામાં સફળ રહી છે અને 7 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. લગભગ બધા જ CSK ખેલાડીઓએ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. પરંતુ તેમાં સૌથી વધારે ખરાબ પ્રદર્શનમાં દીપક હુડ્ડાનું નામ આવે છે.

આ પણ વાંચો: આજે KKR vs PBKS વચ્ચે મહામુકાબલો, કોલકાતામાં હવામાન કેવું રહેશે?

દીપક હુડ્ડાનું ખરાબ પ્રદર્શન
ચેન્નાઈ સુપર કિંગ્સની હાલત ખૂબ ખરાબ જોવા મળી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની IPL 2025 માં અત્યાર સુધી રમાયેલી મેચોમાં ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. આ સિરીઝમાં દીપક હુડ્ડાનું નામ પણ સામેલ છે. CSK એ મેગા ઓક્શનમાં ઘણી અપેક્ષાઓ સાથે તેની ટીમનો ભાગ બન્યો હતો. પરંતુ તેનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નહીં. તેણે અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં માત્ર 29 રન બનાવ્યા છે. CSK એ તેના પર 1.7 કરોડ રૂપિયા ખર્ચીને તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. પરંતુ નબળા પ્રદર્શનથી દીપકના ચાહકો જ નહીં પણ ટીમ પણ નિરાશ થઈ ગઈ. આ પહેલા તે લખનૌની ટીમનો ભાગ હતો.