IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સેનું મોટું એલાન

IPL 2025: IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી 2025 સિઝનની નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. અજિંક્ય રહાણેને ટીમની કમાન સોંપવામાં આવી છે. વેંકટેશ ઐયરને ટીમનો ઉપ-કપ્તાન બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અજિંક્ય રહાણેને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વેંકટેશ ઐયરને KKR એ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વેંકટેશ ઐયરે શાનદાર પ્રદર્શન કર્યું હતું
IPL 2024 સીઝનમાં, ઐયરે 14 મેચમાં 158.80 ના સ્ટ્રાઇક રેટથી 370 રન બનાવ્યા હતા. ફાઇનલ મેચમાં વેંકટેશ ઐયરે 26 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતો અને IPL ખિતાબ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. IPLમાં વેંકટેશ ઐયરે 50 મેચોમાં 31.57 ની સરેરાશથી 1,326 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: IPL 2025 પહેલા KKRએ ચાહકોને મોટી ભેટ આપી, આવું કરનારી બનશે પ્રથમ ટીમ
IPL 2025 માટે KKR ટીમ
રમણદીપ સિંહ, વેંકટેશ ઐયર (ઉપ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, એનરિક નોરખિયા, અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોહ્ન્સન, લવનીથ સિસોદિયા, અજિંક્ય રહાણે (કેપ્ટન), અનુકુલ રોય, મોઈન અલી, ઉમરાન મલિક.