IPL 2025: શું KL રાહુલ RCB સાથે જોડાશે?

IPL 2025 : આઈપીએલ 2025 શરૂ થાય તે પહેલા મેગા ઓક્શન કરવામાં આવશે. જેમાં ઘણા ખેલાડીઓ બીજી ટીમમાં જોડાઈ શકે છે. આ યાદીમાં નાના નામથી લઈને મોટા નામની યાદીનો સમાવેશ થાય છે. કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે. પરંતુ તે ટીમને બદલી શકે છે. જોકે તે વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે હાલમાં રાહુલનો એક વીડિયો સામે આવ્યો છે. એ વીડિયોમાં તેને પુછવામાં આવ્યું હતું કે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાવા વિશે. જે સવાલના જવાબમાં તેણે જવાબ આપ્યો ના હતો.

વીડિયો વાયરલ થયો
X પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલને પુછવામાં આવ્યું કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાવા માંગે છે કે નહીં. જેના જવાબમાં રાહુલે કહ્યું કે ‘આશા છે કે આવું થાય’. થોડા દિવસ પહેલા જ લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલ સાથે મુલાકાત કરી હતી. એક મીડિયાની માહિતી પ્રમાણે રાહુલમાં ગોએન્કાએ રસ દાખવ્યો નથી. તેણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં કહ્યું કે રાહુલ લખનૌ પરિવારનો એક ભાગ છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બાંગ્લાદેશે ભારતને કેટલી વાર હરાવ્યું છે?

ગોએન્કા નથી ખુશ
આઈપીએલની છેલ્લી સિઝન એટલે કે વર્ષ 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સારી રહી ન હતી. ટીમ ઓનર ગોએન્કા પણ આનાથી ખુશ ન હતા. થોડા જ દિવસ પહેલા તેણે ઝહીર ખાનને ટીમમાં સામેલ કર્યો છે. જેનાથી ટીમના બોલરોને ઘણી મદદ મળી રહેશે. ટીમમાં આવવાથી તે જીત માટે નવી રણનીતિ બનાવશે. મેગા ઓક્શનમાં ઝહીર મહત્વની ભૂમિકા ભજવશે. હવે જોવાનું રહ્યું કે રાહુલને ટીમમાં સામેલ કરવામાં આવે છે કે નહીં.