મહેન્દ્ર સિંહ ધોની IPLની આગામી સિઝનમાં રમતા જોવા મળશે?

IPL 2025: ચેન્નાઈ સુપર કિંગ્સ આ વખતે IPL 2025 માં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટીમે અત્યાર સુધીમાં 9 મેચમાંથી 2 મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.ખરાબ પ્રદર્શન બાદ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આગામી સિઝન પહેલા ટીમમાં મોટા ફેરફારો થઈ શકે છે. ધોનીના ભવિષ્ય અંગે પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. સુરેશ રૈનાનું આ બાબતે માનવું છે કે ધોની ચોક્કસપણે ઓછામાં ઓછી એક વધુ સિઝન રમતા જોવા મળશે.

આ પણ વાંચો: ભારત છોડીને લંડન કેમ શિફ્ટ થયા વિરાટ-અનુષ્કા?

રૈનાએ ધોની વિશે આ કહ્યું
રૈનાએ એક મીડિયા સાથેની વાતમાં કહ્યું કે “મને આશા છે કે આગામી સિઝનમાં CSK વધુ સારી યોજના લઈને આવશે અને ધોની પણ વધુ એક સિઝન રમશે.” સીએસકેની મેગા ઓક્શન અંગે રૈનાએ કહ્યું કે 18મી સિઝન પહેલા ટીમ દ્વારા પસંદ કરાયેલા ખેલાડીઓમાં ધોનીની કોઈ સીધી ભૂમિકા નહોતી. ધોની હવે ફક્ત બ્રાન્ડ, તેના નામ અને ચાહકો માટે રમે છે અને હજુ પણ સખત મહેનત કરે છે. 43 વર્ષની ઉંમરે પણ તે વિકેટકીપિંગ, કેપ્ટનશીપ અને આખી ટીમની સંભાળ રાખે છે. પરંતુ પ્રશ્ન એ છે કે બાકીના 10 ખેલાડીઓ શું કરી રહ્યા છે?” જે ખેલાડીઓને 17 કરોડ, 18 કરોડ કે 12 કરોડ મળ્યા છે તેઓ તેમના કેપ્ટનને ટેકો નથી આપી રહ્યા.