ઓરેન્જ કેપ અને પર્પલ કેપ યાદીમાં થયો મોટો ફેરફાર, આ ખેલાડીઓ ટોપ-5માં થયા સામેલ

IPL 2025 Orange & Purple Cap: ગઈકાલે 2 મેચ હતી. પહેલી મેચમાં કોલકાતાની જીત અને બીજી મેચમાં પંજાબની જીત થઈ હતી. આ બંને મેચ બાદ IPL 2025 ની ઓરેન્જ કેપ અને પર્પલ કેપની યાદીમાં ફેરફાર થયો છે. આવો જાણીએ તમામ માહિતી.
આ ખેલાડીઓ ટોપ 5માં
IPL 2025ની ઓરેન્જ કેપ અને પર્પલ કેપની યાદીમાં ફેરફાર થયો છે. યશસ્વી જયસ્વાલે ઓરેન્જ કેપની યાદીમાં ટોપ-5માં સ્થાન મેળવી લીધું છે. પ્રભસિમરન સિંહે ઓરેન્જ કેપ યાદીમાં સાતમા સ્થાને પહોંચી ગયો છે. પર્પલ કેપની વાત કરવામાં આવે તો અર્શદીપ સિંહ ટોપ-5માં પહોંચી ગયો છે. ઓરેન્જ કેપમાં ટોપ સ્થાન પર વિરાટ છે. બીજા સ્થાન પર સાઈ સુદર્શનનું નામ આવે છે. સૂર્યકુમાર યાદવ ત્રીજા સ્થાન પર છે. ચોથા સ્થાન પર જયસ્વાલ છે. પાંચમાં સ્થાન પર ગુજરાતનો જોસ બટલર છે.
આ પણ વાંચો: આન્દ્રે રસેલે રાજસ્થાનના બોલરોને ફટકાર્યા, તોફાની અડધી સદી ફટકારી
પર્પલ કેપ યાદીમાં મોટો ફેરફાર
પર્પલ કેપની રેસમાં ગુજરાત ટાઇટન્સનો ખેલાડી કૃષ્ણા પર્પલ કેપ યાદીમાં ટોચ પર છે. અર્શદીપ ત્રીજા સ્થાને, વરુણ ચક્રવર્તી 15 વિકેટ સાથે છઠ્ઠા સ્થાને અને ચોથા નંબરે ચેન્નાઈના નૂર અહેમદ છે. મુંબઈ ઈન્ડિયન્સના ટ્રેન્ટ બોલ્ટનું નામ પાંચમા નંબરે છે.