April 8, 2025

ગિલની કપ્તાની પર થયા સવાલો, ટીમના ખેલાડીને પીડામાં ‘છોડી પોતાની મસ્તીમાં હતા શુભમન

IPL 2025: શુભમન ગિલની કપ્તાની હેઠળ ગુજરાતની ટીમ હૈદરાબાદ સામેની મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ગિલે ટીમની જીતમા મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 43 બોલમાં 61 રન બનાવ્યા હતા. તેની બેટિંગના કારણે ટીમને જીત મળી. પરંતુ તેની એક ભૂલના કારણે તેની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: IPL 2025: BCCIએ ઇશાંત શર્મા સામે કડક કાર્યવાહી કરી, મેચ પછી મળી આ સજા

ગિલનો વીડિયો થયો વાયરલ
હૈદરાબાદની ઇનિંગ્સ દરમિયાન જ્યારે ઇશાન કિશન છઠ્ઠી ઓવરમાં બેટિંગ કરી રહ્યો હતો. આ સમયે ગ્લેન ફિલિપ્સે તેનો આ શોટ પકડવાનો બેસ્ટ પ્રયાસ કર્યો હતો. પરંતુ તે આ પ્રયાસના કારણે ઘાયલ થઈ ગયો હતો અને જમીન પર પડી ગયો હતો. પીડાથી તે પીડાઈ રહ્યો હતો. આ સમયે ફિઝિયોએ તરત જ તેની સારવાર કરી, ત્યારબાદ મેડિકલ ટીમે તેને મેદાનની બહાર લઈ ગયા હતા. પંરતુ આજ સયમે ગુજરાતના કેપ્ટન ગિલ અને હૈદરાબાદના બેટ્સમેન કિશન હસી મજાક કરી રહ્યા હતા. આટલું જ નહીં બંને તેની મોજમાં હતા અને મોટે મોટેથી હસી રહ્યા હતા. આ સમયનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોએ ખૂબ ટિકા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પાછળથી જ્યારે ગિલને આ વિશે માહિતી મળી તરત તેની પાસે ગયો અને તેની તબિયત પૂછી હતી.