IPL 2025: ટીમની આ ભૂલને કારણે પાટીદારને ભરવો પડશે લાખોનો દંડ

IPL 2025: IPL 2025માં 7 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને RCB વચ્ચેની મેચ રમાઈ હતી. આ મેચમાં RCBએ મેચ જીતી લીધી છે. જીત બાદ પણ RCBના કેપ્ટનને મોટો ઝટકો લાગ્યો. તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે. આવો જાણીએ કેમ દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આજે જગતના નાથની નગરીમાં રુડો અવસર, દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના યોજાશે વિવાહ

પાટીદારને લાખો રૂપિયા ચૂકવવા પડશે
મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં, RCB બોલરોએ બોલિંગ કરવામાં જરૂર કરતાં વધુ સમય લીધો હતો. જેની સજા કપ્તાનને ભોગવવી પડશે. રજત પર સ્લો ઓવર રેટ હેઠળ 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે આ સિઝનમાં પાટીદારની કપ્તાનીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પોતાની શાનદાર કેપ્ટનશીપથી લોકોના દિલ રજતે જીતી લીધા છે. ટીમે અત્યાર સુધી IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ, CSK અને KKR જેવી જીત માટે જાણીતી ટીમને હાર આપી છે. RCB પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે.