IPL 2025: એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBએ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ, દિલ્હીની ટીમને પણ છોડી પાછળ

IPL 2025 RCB vs PBKS: આઈપીએલ 2025માં બેંગ્લોરની ટીમ તેના હોમ ગ્રાઉન્ડ પર સતત હારનો સામનો કરી રહી છે. ગઈકાલની મેચમાં આરસીબીનો સામનો એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સાથે થયો હતો. વરસાદને કારણે ટોસ કરવામાં વિલંબ થયો હતો. એવું લાગી રહ્યું હતું કે મેચને કેન્સલ કરવામાં આવશે. પરંતુ થોડી વાર પછી નક્કી કરવામાં આવ્યું કે 14-14 ઓવરની રમાવામાં આવે. આ પછી મેચ રમાઈ હતી અને તેમાં પંજાબની ટીમને જીત મળી હતી. હવે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે.

આ પણ વાંચો: IPL 2025 બાદ શરૂ થનારી આ લીગનો ચહેરો બન્યો રોહિત શર્મા

ઘરઆંગણે RCB ને સૌથી વધુ નુકસાન
પંજાબ કિંગ્સ સામેની હાર પછી RCBનો IPLમાં શરમજનક રેકોર્ડ નોંધાયો છે. RCB એવી ટીમ બની ગઈ છે કે જેને ઘરઆંગણે સૌથી વધુ મેચ હારવાનો વારો આવ્યો હોય. IPLમાં, RCB તેના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 46 મેચ હારી ગયું છે. આવું કરતાની સાથે દિલ્હીની ટીમને RCBએ પાછળ છોડી દીધું છે. દિલ્હીની ટીમની વાત કરવામાં આવે તો હોમ ગ્રાઉન્ડ પર 45 મેચ હારવાનો શરમજનક રેકોર્ડ હતો. પંજાબ કિંગ્સ સામેની હાર બાદ RCB ને પોઈન્ટ ટેબલમાં ઘણું નુકસાન થયું છે.