IPL 2025: સેહવાગે RCBની મજાક ઉડાવી, ચાહકો ગુસ્સે થયા

IPL 2025: આ સિઝનમાં બેંગ્લોરની ટીમ શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 2 મેચ રમી છે. બંને મેચમાં જીત પ્રાપ્ત કરી છે. બંને મેચમાં જીત મળતાની સાથે આ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોર પર છે. પરંતુ આ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગે RCBની મજાક ઉડાવી હોવાનું સામે આવ્યું છે. આવો જાણીએ કે શું કહ્યું તેમણે.
આ પણ વાંચો: IPL 2025: મુંબઈએ પોતાની પહેલી જીત સાથે પોઈન્ટ ટેબલમા લગાવી મોટી છલાંગ લગાવી
સેહવાગે RCBની મજાક ઉડાવી
RCB ટીમ આજ સુધી એક IPL ટ્રોફી જીતી જીતવામાં સફળ રહી નથી. આ વખતે રજત પાટીદારની કપ્તાનીમાં ટીમ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. પરંતુ એમ છતાં વીરેન્દ્ર સેહવાગે RCBની મજાક ઉડાવી હતી. એક મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે “ગરીબ લોકોને ટોચ પર રહેવા દો, થોડા સમય માટે ફોટા પડાવવા દો. કોણ જાણે ગરીબ લોકો ટોચ પર કેટલો સમય રહેશે. તેમને ફોટા પડાવવા દો. કોણ જાણે તેઓ ટોચ પર કેટલો સમય રહેશે.”