IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં આજે આ કલાકારો મચાવશે ધૂમ

IPL 2025 Opening Ceremony: ઇન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન આજથી શરૂ થઈ રહી છે. આજે સાંજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં બોલિવૂડ સેલેબ્સ ધૂમ મચાવશે. આજના દિવસે કોલકાત અને બેંગ્લોર વચ્ચે મેચ થશે. IPL 2025ની ઓપનિંગ સેરેમની શાનદાર થશે. દિશા પટાણી તેના ડાન્સ મૂવ્સથી ઇવેન્ટમાં ગ્લેમર ઉમેરશે, જ્યારે શ્રેયા ઘોષાલ તેના મધુર અવાજથી લોકોના મનમોહી લેશે.
ઓપનિંગ સેરેમની થશે શાનદાર
IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે. જેમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી અને શ્રેયા ઘોષાલનો મધુર અવાજ સાંભળવા મળશે. પંજાબી સિંગર કરણ ઔજલા પણ જોવા મળશે. તેની સાથે સાથે બીજા ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં આઈપીએલ 2025ની પહેલી મેચ રમાશે. પહેલી મેચમાં KKRનો મુકાબલો RCB સામે થશે.
આ પણ વાંચો: IPL 2025: સુપર ઓવરને લઈને નવો નિયમ, BCCIએ મંજૂરી આપી
સલમાન ખાન સિકંદરના પ્રમોશન માટે આવી શકે છે
સલમાન ખાન તેની આગામી ફિલ્મ સિકંદરના પ્રમોશન માટે IPL 2025 ના ઉદ્ઘાટન સમારોહમાં આવી શકે છે. શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન પણ ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે. શ્રેયા ઘોષાલની સાથે પંજાબી ગાયક કરણ ઔજલા અને અભિનેત્રી દિશા પટણી પણ પરફોર્મ કરશે. ટૂર્નામેન્ટનું સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. તો ચાહકો JioHotstar એપ્લિકેશન અથવા વેબસાઇટ પર મફતમાં મેચ જોઈ શકે છે.