December 20, 2024

T20 World Cupના ઈતિહાસમાં 2 હેટ્રિક લેનારી આ એકમાત્ર ટીમ

T20 World Cup 2024: ક્રિકેટના મહાકુંભ કહેવાતા T20 World Cupમાં ઘણા રેકોર્ડ બને છે. T20 World Cup 2024 આજથી શરૂ થવાનો છે. ક્રિકેટ ચાહકો આઈપીએલ પછી T20 World Cupની રાહ જોઈ રહ્યા છે. હવે આજના દિવસે આ આતુરતાનો અંત આવશે. 2 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6 વાગ્યે શરૂ થશે. પરંતુ અમેરિકામાં 1લી જૂને રાત્રે 8:30 વાગ્યા હશે. આ વખતે T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લઈ રહી છે.

આવું કરનારી એકમાત્ર ટીમ
T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ એકમાત્ર એવી ટીમ છે જેના બે બોલરોએ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી છે. વર્ષ 2021માં કર્ટિસ કેમ્પરે અને વર્ષ 2022માં જોસ લિટલ હેટ્રિક લીધી હતી. તમને જણાવી દઈએ કે આયર્લેન્ડ સિવાય એવી કોઈ ટીમ નથી કે જેના બે બોલરોએ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લીધી છે. T20 વર્લ્ડ કપના અત્યાર સુધીના ઈતિહાસમાં કાર્તિક મયપ્પન (UAE), કર્ટિસ કેમ્ફર અને જોશ લિટલ, બ્રેટ લી (ઓસ્ટ્રેલિયા), વાનિન્દુ હસરાંગા (શ્રીલંકા), કાગીસો રબાડા (દક્ષિણ આફ્રિકા) હેટ્રિક લઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: વર્લ્ડ ચેમ્પિયન બનશે તે ટીમને મળશે અધધધ… રકમ; જાણો તમામ માહિતી

T20 વર્લ્ડ કપ 2024 માટે આયર્લેન્ડની ટીમ
ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રેહામ હ્યુમ, નીલ રોક, હેરી ટેક્ટર, પોલ સ્ટર્લિંગ (કેપ્ટન),જોશ લિટલ, બેરી મેકકાર્થી, માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલ્બિર્ની, કર્ટિસ કેમ્ફર, લોર્કન ટકર, બેન વ્હાઇટ, ક્રેગ યંગ.

પ્રેક્ટિસની શરૂઆત
ICC T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવાનો છે. જેમાં કુલ 20 ટીમો ભાગ લેવાની છે. આ ટીમને 5-5ના ચાર ગ્રૂપમાંવ વહેંચી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 5 જૂને રમશે. હાલ ભારતીય ટીમના ખેલાડીઓએ પ્રેક્ટિસની શરૂઆત કરી દીધી છે. ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડની અને ઓસ્ટ્રેલિયા સાથે યજમાન વેસ્ટ ઈન્ડિઝ પણ ખિતાબના પ્રબળ દાવેદારોમાં સામેલ છે. જે ટીમ જીતશે તેને માત્ર ટ્રોફી નહીં પરંતુ કરોડો રુપિયાની રકમ પણ મળશે.