June 23, 2024

શું ઉનાળામાં તૈલી ત્વચાથી પરેશાન છો? તો કરો આ ઉપાય

Oily Skin: ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ત્વચાને લગતી સમસ્યા ચોક્કસ થાય છે. જેમાં જે લોકોની તૈલી ત્વચા છે તેને ખાસ પ્રોબ્લમ થાય છે. અમે આજે તમને એ માહિતી જણાવીશું કે જેના કારણે તૈલી ત્વચાને સુધારવામાં તમને અસરકારક સાબિત થશે.

પૈસા ખર્ચવાની જરૂર નહીં
ઉનાળામાં તૈલી ત્વચાને કારણે લોકોને ઘણી વખત ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવે છે. જેમાં ચહેરો લાલ થઈ જવો , ત્વચા પર પિમ્પલ્સ થવા અને સ્ટીકીનેસ થઈ શકે છે. તમે ઘરે બેઠા પણ આ સમસ્યાને દુર કરી શકો છો. તેના માટે તમારે પાર્લરમાં અને મોંઘી દવા કે પછી પ્રોડક્ટ લેવાની જરૂર નથી. તેના માટે ઘરેથી જ તમારા તૈલી ત્વચાને સુધારી શકો છો.

મધ ત્વચા માટે વરદાન
તમને જણાવી દઈએ કે મધ ત્વચા માટે વરદાન સ્વરૂપે છે. મધમાં જે ગુણ જોવા મળે છે તે તમારી ત્વચા માટે ખુબ સારા છે. જો મધમાંથી ફેસ પેક બનાવીને ત્વચા પર લગાવવામાં આવે છે તો તૈલી ત્વચાને તમે સુધારી શકો છે. આજે અમે તમને જણાવીશું કે આ મધનો ફેસ પેક કેવી રીતે બનાવશો કે જેના કારણે તમારી આ તૈલી ત્વચાને દુર કરી શકો. આવો જાણીએ.

ફેસ પેક કેવી રીતે બનાવશો?
મધનો ફેસ પેક બનાવવા માટે તમારે અડધી ચમચી મધ લેવાનુ રહેશે. જેમાં તમારે લીંબુનો રસ નાંખવાનો રહેશે. આ બાદ તમારે ઈંડાનો જે સફેદ ભાગ આવે છે તે એડ કરવાનો રહેશે. જેની પેસ્ટ બનાવો. આ પેસ્ટ બનાવ્યા બાદ તેને ચહેરા પર લગાવો અને ઓછામાં અડધા કલાક રાખો. ત્યારબાદ તમે નવશેકું પાણી અથવા સાદા પાણીથી તમે ધોઈ લો. જો તમારે વધારે સારૂ પરિણામ મેળવવું છે તો આ પેસ્ટ લગાવ્યા બાદ ચહેરાને ધોઈને મોઇશ્ચરાઇઝર લગાવી દો. તમે આ પેસ્ટને અઠવાડિયામાં એક કે બે વાર લગાવો.

આ પણ વાંચો: ગુજરાતના આ સ્થળો ચોમાસામાં ફરવા માટે છે બેસ્ટ

આ છે મધમાં
બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર મધ હોય છે. જેના કારણે શરીર પર જે ચીકાશ હોય તેને તે દુર કરી દેશે. ચહેરાની જો ચમક દુર થઈ ગઈ છે તો તમે મધ લગાવી શકો છો. જેના કારણે તમારા ચહેરાની ચમક ફરી આવી જશે. લીંબુ અને ઈંડાની સફેદીમાં જોવા મળતા તમામ તત્વો તમારી ત્વચાની ચમક વધી જશે. આ પેસ્ટની અસર તમને 14 દિવસમાં જોવા મળશે.

(નોંધઃ ન્યૂઝ કેપિટલ આ ઉપાય સાથે સહમત નથી. કોઈપણ ઉપાય કરતાં પહેલાં યોગ્ય નિષ્ણાંત અથવા તમારા ફેમિલિ ડોક્ટરની સલાહ લેવી.)