ISRO રચશે ઈતિહાસ: આજે SPADEXનું લોન્ચિંગ, જાણો અતથી ઇતિ
ISRO: ચંદ્રયાન-3ની અપાર સફળતા બાદ ભારતીય અંતરિક્ષ એજન્સી ISRO નવા વર્ષ પહેલા અવકાશમાં એક એવો ચમત્કાર કરવા જઈ રહી છે જે અત્યાર સુધી માત્ર ત્રણ દેશો (અમેરિકા, રશિયા અને ચીન) જ કરી શક્યા છે. ઈસરો અંતરિક્ષમાં બે ઉપગ્રહોને જોડવાની યોજના ધરાવે છે. અવકાશ વિજ્ઞાનની ભાષામાં આને ડૉકિંગ અને અનડૉકિંગ કહી શકાય. ઈસરોના આ મહત્વપૂર્ણ મિશનનું આ સ્પેડેક્સ છે. જો આ પ્રયોગ સફળ થશે, તો તે ભારતને તેના આગામી મિશન ચંદ્રયાન-4 તેનું પોતાનું સ્પેસ સ્ટેશન અને ચંદ્ર પર ઉતરવાનું ભારતીય સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરશે. સ્પેડેક્સ મિશનનું પ્રક્ષેપણ 30 ડિસેમ્બર એટલે કે આજે થવાનું છે.
ISRO તેના બહુપ્રતીક્ષિત સ્પાડેક્સ મિશનને લોન્ચ કરવા માટે તૈયાર છે. બંને ઉપગ્રહોને પોલાર સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV) દ્વારા 30 ડિસેમ્બર 2024 ના રોજ IST રાત્રે 9:58 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ મિશનનો ઉદ્દેશ્ય બે નાના અવકાશયાનનો ઉપયોગ કરીને અવકાશમાં ડોકીંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે. આ ઐતિહાસિક ઘટના જીવંત નિહાળી શકાશે. આ મિશનમાં PLAV અને C50 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે.
🎉 Launch Day is Here! 🚀
Tonight at precisely 10:00:15 PM, PSLV-C60 with SpaDeX and innovative payloads are set for liftoff.
SpaDeX (Space Docking Experiment) is a pioneering mission to establish India's capability in orbital docking, a key technology for future human… pic.twitter.com/147ywcLP0f
— ISRO (@isro) December 30, 2024
ભારતીય અવકાશ એજન્સી પ્રક્ષેપણનું જીવંત પ્રસારણ કરશે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અને અવકાશ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે 30 ડિસેમ્બરના રોજ નિર્ધારિત ISROનું વર્ષ-અંતિમ મિશન ઐતિહાસિક બનવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ મિશનમાં અવકાશમાં બે ઉપગ્રહોને એકસાથે ડોક કરવાની અથવા મર્જ કરવાની અથવા જોડવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને ‘સ્પેસ ડોકિંગ એક્સપેરિમન્ટ’ (SPADEX) નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદમાં BJP ધારાસભ્યના કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ
ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રીલીઝમાં ડો. સિંહ સાથેની મુલાકાતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આગામી સ્પેડેક્સ મિશનનો ધ્યેય અવકાશમાં બે ઉપગ્રહોને ડોક કરવાનો છે. આ મિશનની સફળતા ‘ચંદ્રયાન-4’ અને ભારતીય સ્પેસ સ્ટેશન જેવા ભવિષ્યના મિશન માટે મહત્વપૂર્ણ છે. આ ટેક્નોલોજી માનવયુક્ત ‘ગગનયાન’ મિશનમાં પણ ઉપયોગી થશે.
ઈસરોનું શું આયોજન છે?
રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રયોગમાં ISRO 28,800 કિમી/કલાકની ઝડપે પરિભ્રમણ કરતા બે ઉપગ્રહોને જોડવાનો પ્રયાસ કરશે. આ માટે બંને ઉપગ્રહોની સાપેક્ષ ગતિ ઘટાડીને માત્ર 0.036 કિમી પ્રતિ કલાક કરવાનો પડકાર છે. આ અંતર્ગત ‘ચેઝર’ અને ‘ટાર્ગેટ’ નામના બે સેટેલાઇટ અવકાશમાં જોડાશે અને એક બનશે.
ISRO SPADEX પ્રયોગો માટે PSLV ના ચોથા તબક્કા POEM-4 નો પણ ઉપયોગ કરશે. આ તબક્કામાં શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ તરફથી 24 પેલોડ હશે. આ પ્રયોગો ભ્રમણકક્ષામાં માઇક્રોગ્રેવિટી વાતાવરણનો ઉપયોગ કરશે. આ પ્રયોગમાં, અવકાશમાં મુસાફરી કરતી વખતે બે ઉપગ્રહોને જોડવાની અને અલગ કરવાની ક્ષમતા દર્શાવવાની છે. તેમાં પાવર ટ્રાન્સફર અને વૈજ્ઞાનિક સાધનોની ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ સામેલ છે. આમાં બે ઉપગ્રહો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાનું સિમ્યુલેશન 20 કિલોમીટરના રેન્ડેઝવસ તબક્કાથી શરૂ થશે અને ત્રણ મીટર પર ડોકીંગ સાથે સમાપ્ત થશે.