June 16, 2024

જગન્નાથ મંદિરનો ખજાનો ખૂલશે? | Jagannath temple treasure will open?

લોકસભાની ચૂંટણીમાં મંદિરો હંમેશાથી એક સંવેદનશીલ મુદ્દો છે. જોકે, આજે અમે અયોધ્યાના શ્રીરામ મંદિરની વાત નથી કરવાના. અમે ઓરિસ્સાના જગન્નાથ મંદિરની વાત કરી રહ્યા છીએ. કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર રહેલા આ મંદિરનો રત્નભંડાર વધુ એક વખત વિવાદનું કારણ બન્યો છે. PM મોદીએ આ રત્નભંડારની ચાવીને લઈને સવાલ ઉઠાવ્યો છે. સૌથી પહેલાં તમે PM મોદીને સાંભળો અને એ પછી અમે આખા વિવાદનું એનાલિસિસ કરીશું.