July 4, 2024

પાટણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા આજે નીકળી જળયાત્રા

પાટણ: શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રાને લઈને જગદીશ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા શાળામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમની પણ શરૂઆત થઈ છે. ત્યારે આજે સૌ પ્રથમવાર રથયાત્રાની અનુલક્ષીને જલયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના ગણેશ આશ્રમ ખાતેથી વરસતા વરસાદ વચ્ચે જલયાત્રા વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી નિજ મંદિર ખાતે પહોંચી હતી.

મંદિર ખાતે જળયાત્રાનું સામૈયુ કરી આ પવિત્ર જળથી ભગવાનનો જલાભિષેક શાસ્ત્રોક્ત વિધિસર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનનો નેત્રોત્સવની વિધિ કરવામાં આવી હતી. ભગવાનની તબિયત નાદુરસ્ત બનતા તેમની આંખો દુખવા આવી હોવાથી આંખોને શીતળતા પહોંચે તે માટે ઘી, સાકર,તુલસી, વરિયાળી, જાયફળ ,ગુલાબજળ, સહિતના દ્રવ્ય વડે ભગવાનની આંખે પાટા બાંધી મોસાળમાં મોકલવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.