July 7, 2024

જેમ્સ એન્ડરસને રચ્યો ઈતિહાસ!

અમદાવાદ: જેમ્સ એન્ડરસને ઈતિહાસ રચ્યો છે. જેના કારણે તેનું નામ મહાન ખેલાડીઓના ક્લબમાં આવી ગયું છે. કુલદીપ યાદવની વિકેટ લેતાની સાથે એન્ડરસને તેની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની 700 વિકેટ પૂરી કરી હતી. આ સાથે 700 વિકેટ લેનાર તે વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર બની ગયો છે.

બેટિંગ કરવાનો નિર્ણય
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ ધરમશાલા મેદાનમાં રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ મહતલ્ની વાત એ છે કે ઈંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં અજાયબીઓ કરી બતાવી છે. તેણે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 700 વિકેટ પૂરી કરનાર પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. અત્યાર સુધી કોઈએ આવું કર્યું ના હતું.

મહત્વપૂર્ણ કડી
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની વાત કરવામાં આવે તો સૌથી પહેલા મુથૈયા મુરલીધરન- 800 વિકેટ અને શેન વોર્ન – 708 વિકેટ અને જેમ્સ એન્ડરસન – 700 વિકેટ, આ સાથે અનિલ કુંબલે – 619 વિકેટ તો સ્ટુઅર્ટ બ્રોડ – 604 વિકેટ લીધી છે. જેમ્સ એન્ડરસની વાત કરવામાં આવે તો તેણે 2003માં ઈંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ થયું હતું. ત્યારે પછી તેમની શાનદાર બોલિંગને કારણે મહત્વપૂર્ણ કડી બની ગયો હતો.