July 1, 2024

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, શ્રીનગરમાં દલ સરોવરના કિનારે PM મોદીએ કર્યા યોગ

અમદાવાદઃ આજે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. 10 વર્ષ પહેલાં વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યારથી તે વિવિધ થીમ પર ઉજવણી કરવામાં આવે છે. 2024 માટે યોગ દિવસની થીમ ‘યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી’ છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરના દલ સરોવરના કિનારે યોગ કરીને ઉજવણી કરી છે. આ કાર્યક્રમમાં લગભગ 7 હજાર લોકો જોડાવવાના હતા. પરંતુ વરસાદને કારણે કાર્યક્રમ હોલમાં કરવો પડ્યો છે અને 50 જેટલા લોકો જોડાયાં છે. કેટલાક લોકોને વિવિધ આસનોની તાલીમ પણ આપવામાં આવી છે.

PM મોદી બે દિવસીય જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. વર્ષ 2013 બાદ તેમની જમ્મુ-કાશ્મીરની આ 25મી મુલાકાત છે. 2019માં કલમ 370 નાબૂદ થયા બાદ આ 7મી મુલાકાત છે. ચૂંટણી પંચ સપ્ટેમ્બરમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની અહીં મુલાકાત અને યોગ દિવસ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેવાને પોઝિટિવ મેસેજ માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ, યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યના સૈનિકોએ સવારે યોગાભ્યાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલે પોઇન્ટ 0 નડાબેટમાં કર્યા યોગ

બનાસકાંઠામાં ગુજરાતનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ ઉજવાયો
બનાસકાંઠા જિલ્લાના નડાબેટમાં વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જવાનો સહિત નાગરિકો સાથે યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ તેમની સાથે જોડાયા છે.