શ્રીનગરમાં બે પરપ્રાંતિય મજૂરોની હત્યાના આરોપીઓ સામે NIAની કાર્યવાહી, શ્રીનગરમાં સંપત્તિ જપ્ત કરાઈ
Jammu kashmir: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બુધવારે આ વર્ષની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં બે બિન-સ્થાનિક લોકોની હત્યામાં સામેલ એક આરોપી સામે મોટી કાર્યવાહી કરી અને તેની સંપત્તિ જપ્ત કરી. સંબંધિત અધિકારીઓએ કહ્યું કે આ કાર્યવાહી UAPAની કલમ હેઠળ કરવામાં આવી છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના અધિકારીઓએ આ સંબંધમાં પીટીઆઈને જણાવ્યું કે શહેરના જલદાગર વિસ્તારમાં આદિલ મંજૂર લંગુની સંપત્તિ NIA અધિકારીઓએ જપ્ત કરી લીધી છે.
NIAએ આ વર્ષે ફેબ્રુઆરીમાં શલ્લા કદલ, હબ્બા કદલ વિસ્તારમાં બે બિન-સ્થાનિક લોકોની હત્યાના સંદર્ભમાં આ કાર્યવાહી કરી છે. NIAના અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓની સંપત્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA)ની કલમ 25 હેઠળ જપ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલ મામલે દર્દીઓની સર્જરી કરનાર ડોકરટરની ધરપકડ
તમને જણાવી દઈએ કે આ વર્ષે 7 ફેબ્રુઆરીના રોજ આતંકવાદીઓએ પંજાબના અમૃતસર શહેરના રહેવાસી બે બિન-સ્થાનિક મજૂરો અમૃત પાલ સિંહ અને રોહિત મસીહ પર નજીકથી ગોળીબાર કર્યો હતો. જેમાં અમૃત પાલ સિંહનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ મસીહને SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં એક દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું.