October 8, 2024

એક લૉકેટથી થયો ખુલાસો, જાહન્વી કપૂરે પોતાની રિલેશનશિપ કરી કન્ફર્મ

મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી અભિનેત્રી જાન્હવી કપૂર તેના રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાને લઈને સતત ચર્ચામાં છે. જાન્હવી અને શિખર ઘણીવાર જાહેરમાં એકબીજા સાથે જોવા મળ્યા છે. ગયા મંગળવારે જાન્હવી અજય દેવગન સ્ટારર ‘મેદાન’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ફરી એકવાર જાન્હવી શિખરને લઈને સમાચારમાં છે. તેના કસ્ટમાઈઝ્ડ નેકલેસે બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ નેકલેસમાં શું ખાસ છે?

મંગળવારે, 9 એપ્રિલના રોજ, ‘મેદાન’ ની સ્ક્રીનિંગ યોજાઈ હતી. જેમાં જાન્હવી કપૂર તેના પિતા બોની કપૂર સાથે આવી હતી. આ ઈવેન્ટમાં તે વ્હાઈટ આઉટફિટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના આઉટફિટ સિવાય તેનો નેકલેસ પણ ચર્ચાનો વિષય બન્યો છે. જાન્હવીના નેકલેસ પર તેના કથિત બોયફ્રેન્ડનું નામ ‘શિખુ’ લખેલું હતું.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

‘કોફી વિથ કરણ’માં ખુલ્યું હતું રહસ્ય
‘કોફી વિથ કરણ’ના એક એપિસોડમાં જાન્હવીને પૂછવામાં આવ્યું કે તેના સ્પીડ ડાયલ પર કોણ હતું? આના જવાબમાં તેણે ત્રણ લોકોના નામ લીધા અને કહ્યું, “પાપા, ખુશુ અને શિકુ.” જાન્હવીએ ‘શિકુ’નું નામ લેતાની સાથે જ શરમાઇ ગઇ અને તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેણે ભૂલથી ‘શિકુ’નું નામ બોલી દીધું હતું. જે કદાચ તે લેવા માંગતી ન હતી. જોકે, બાદમાં તેણે પોતાની વાત સ્પષ્ટ કરી અને કહ્યું કે શિખર માત્ર તેનો સારો મિત્ર છે. આ પછી ત્યાં હાજર બધા હસવા લાગ્યા. શિખર પહાડિયા સુશીલ કુમાર શિંદે (મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન)ના પૌત્ર છે. તાજેતરમાં જ જાન્હવી-શિખર અને ઓરી તિરુમાલા મંદિરમાં સાથે જોવા મળ્યા હતા. જાન્હવીના જન્મદિવસના ખાસ અવસર પર શિખરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી હતી. જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે બંને રિલેશનશિપમાં છે.

જાન્હવીની આગામી ફિલ્મ
જાન્હવી કપૂર ટૂંક સમયમાં જ જુનિયર એનટીઆર સાથે ‘દેવરાઃ પાર્ટ 1’માં સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી કરશે. આ સિવાય જાન્હવી રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં પણ જોવા મળશે.