September 21, 2024

ક્રિકેટ જગતમાં આવું પહેલી વાર બન્યું, 2 ખેલાડીઓને ICC એવોર્ડ મળ્યો

Jasprit Bumrah ICC Player of the Month June: ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતી લીધો છે. જેમાં મોટી ભૂમિકા ભજવનાર સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને હવે વધુ એક એવોર્ડ આપવામાં આવ્યો છે. જસપ્રિત બુમરાહે એક મેચમાં જોરદાર બોલિંગ કરી હતી. તેણે એવી બોલિંગ કરી કે તે ઘણા વર્ષ સુધી લોકોને યાદ રહેશે. આ સાથે ODIમાં  શાનદાર ફોર્મ દેખાડનાર ઓપનિંગ બેટ્સમેનને મહિલા એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સ્મૃતિ મંધાને એવોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમના પુરુષ અને મહિલા ખેલાડીઓએ જૂન મહિનામાં મેદાન પર શાનદાર પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. આવું પહેવી વખત બન્યું છે કે એક દેશના 2 ખેલાડીને બંને એવોર્ડ જીત્યા હોય. બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ જૂન મહિનામાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી જીતી છે. ODIમાં  શાનદાર ફોર્મ દેખાડનાર ઓપનિંગ બેટ્સમેનને મહિલા એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જસપ્રીત બુમરાહને એવોર્ડ
જસપ્રીત બુમરાહને T20 વર્લ્ડ કપ 2024માં તેના શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ તેને આપવામાં આવ્યો છે. આ પહેલા T20 વર્લ્ડ કપમાં પણ જસપ્રીતે એવોર્ડ જીત્યો હતો. T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મેળવવા માટે તે ભારતીય ખેલાડીઓમાં વિરાટ કોહલી સાથે જોડાયો હતો. બુમરાહે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ જીતમાં 12 રનમાં 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: IND W અને SA W વચ્ચે ત્રીજી મેચ ક્યારે અને ક્યાં રમાશે?

બુમરાહે એવોર્ડ મળ્યા બાદ કહી આ વાત
પુરસ્કાર જીત્યા બાદ બુમરાહે કહ્યું કે તે જૂન માટે આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ જાહેર થવાથી ખુશ છે. કેટલીક યાદગાર ક્ષણો પછી મારા માટે આ એક વિશેષ સન્માન મળ્યું છે. અમારી ટીમે મેચ દરમિયાન જે રીતે પ્રદર્શન કર્યું તે અમારા માટે ખાસ હતું. બુમરાહે કહ્યું કે તે તેના કેપ્ટન રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપવા માંગે છે. વિજેતા તરીકે પસંદ થવા બદલ તેમને ગર્વ છે.