January 8, 2025

જસપ્રીત બુમરાહ ચૂક્યો આ મોટો રેકોર્ડ

Jasprit Bumrah:જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં ટીમ ઈન્ડિયા માટે શાનદાર બોલિંગ કરી હતી. શાનદાર બોલિંગના કારણે તેણે ટીમ ઈન્ડિયાને ઘણી મેચમાં જીત મળી હતી. આ વચ્ચે બુમરાહ રેકોર્ડથી ચૂકી ગયો છે. આવો જાણીએ કે આ રેકોર્ડ કયો છે.

2024નું વર્ષ બુમરાહ માટે યાદગાર રહ્યું
આ વર્ષ દરમિયાન બુમરાહનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું. જસપ્રીત બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોની યાદીમાં 5માં સ્થાન પર છે. જો તેણે માત્ર 5 વિકેટ લીધી હોત તો તે કપિલ દેવનો રેકોર્ડ તોડી નાંખ્યો હોત.

આ પણ વાંચો: આ ફેસ પેકને શિયાળામાં ત્વચા પર લગાવો, ચામડી થશે મુલાયમ

એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપનારા બોલરો
કપિલ દેવ – 75 વિકેટ (વર્ષ 1983)
આર અશ્વિન – 72 વિકેટ (2016)
જસપ્રીત બુમરાહ – 71 વિકેટ (વર્ષ 2024)
કપિલ દેવ – 74 વિકેટ (વર્ષ 1979)
અનિલ કુંબલે – 74 વિકેટ (વર્ષ 2004)