February 3, 2025

જસપ્રીત બુમરાહની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ, આ ટેસ્ટમાંથી થવું પડશે પસાર

Jasprit Bumrah Fitness Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. પરંતુ ટીમમાં ફેરફાર થઈ શકે છે. જેમાં ICCએ આઠ ટીમો માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. 11 ફેબ્રુઆરી સુધી પોતપોતાની ટીમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ચિંતાનો વિષય બુમરાહની ફિટનેસ છે. એક મીડિયામાં આપેલી માહિતી પ્રમાણે બુમરાહ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં આવ્યો છે જ્યાં તેમને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રવાનો શીરો બનાવો આ રીતે, રોજ ખાવાનું મન થશે

રિપોર્ટ મોકલવામાં આવશે
એક મીડિયામાં આપેલી માહિતી પ્રમાણે બુમરાહને 3 દિવસ સુધી NCA નિષ્ણાતોની દેખરેખમાં રાખવામાં આવશે. આ પછી તેની સંપૂર્ણ તપાસ બાદ અજીત અગરકરની આગેવાની હેઠળ પસંદગી સમિતિને રિપોર્ટ મોકલવામાં આવશે. બુમરાહ પ્લેઈંગ ઈલેવનમાં રમશે કે નહીં તે ફક્ત તેની ફિટનેસ પર નિર્ભર છે. અજીત અગરકરે આ વિશે કહ્યું કે હાલ બુમરાહને પાંચ સપ્તાહનો આરામ આપવામાં આવ્યો છે. બુમરાહની ફિટનેસ અંગેનો નિર્ણય ફેબ્રુઆરીની શરૂઆતમાં કરાશે. બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં રાખવો કે નહીં તે માટે ખાલી એક સપ્તાહનો જ સમય બાકી છે.