June 30, 2024

આ ખેલાડીએ T20 વર્લ્ડ કપમાં બનાવ્યો આ શરમજનક રેકોર્ડ

Jeremy Gordon: અમેરિકાની ટીમે T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચ જીતી લીધી છે. આ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું છે. અમેરિકા માટે એન્ડ્રીસ ગૌસ અને એરોન જોન્સનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આ બંને ખેલાડીના કારણે જ અમેરિકન ટીમને જીત મળી હતી. મહત્વની વાત એ છે કે ઈતિહાસમાં યુએસ ટીમની આ પ્રથમ જીત છે. પરંતુ આ મેચમાં કેનેડાના એક ફાસ્ટ બોલરે ખૂબ જ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.

ખરાબ રેકોર્ડ બનાવ્યો
ગઈ કાલની મેચમાં કેનેડાની ટીમની હાર તો થઈ પરંતુ તેની સાથે તેમના ફાસ્ટ બોલર જેરેમી ગોર્ડનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતું. ત્રણ ઓવરમાં 44 રન આપ્યા અને એક પણ વિકેટ ન લઈ શક્યો હતો. અમેરિકન ટીમે જોરદાર બેટિંગ કરી છે. કેનેડા માટે જેરેમી ગોર્ડને ઇનિંગ્સની 14મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં તેણે કુલ 11 બોલ ફેંક્યા અને 33 રન આપ્યા હતા. ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે T20 વર્લ્ડ કપ 2007માં ભારત સામે એક ઓવરમાં 36 રન આપ્યા હતા.

આ પણ વાંચો: વિરાટ કોહલીને અમેરિકા પહોંચતા મળ્યો આ એવોર્ડ, ICCએ વીડિયો શેર કર્યો

સૌથી વધુ રન આપનાર ખેલાડીઓ
T20 વર્લ્ડ કપમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો 36 સ્ટુઅર્ટ બ્રોડ, 2007, 33 જેરેમી ગોર્ડન 2024, 32 ઇઝાતુલ્લા દૌલતઝાઈ, 30 બિલાવલ ભટ્ટી, 2014માં રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેનેડાની ટીમે અમેરિકન ટીમને 195 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેનેડાના બોલરો એન્ડ્રીસ અને એરોન સામે ટકી શક્યા ન હતા.