September 20, 2024

પોલીસના નામે ફોન કરી ધમકાવતો, હવે ગણે છે જેલના સળિયા

ધ્રવ મારુ, જેતપુર: રાજ્યમાં નક્લી અધિકારીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તે રીતે અનેક ઘટનાઓ સામે આવી રહી છે. અનેક શહેરોમાં નકલી પોલીસ અધિકારી તેમજ નકલી સરકારી અધિકારીઓ બની લોકો પાસે રૂપિયા પડાવતા ઈસમો ઝડપાઇ રહ્યા છે. ત્યારે, જેતપુરમાથી નકલી પોલીસ ઝડપાયો છે. આ શખ્સ પોતે પીઆઈ હોવાનો રૌફ જમાવતો હતો.

જેતપુર શહેરમાં એક કારખાનેદારને પોલીસના નામે ફોન કરી પોતે પીઆઇ અને પીઆઇ રાઇટર હોવાનું જણાવી, “વ્યાજે રૂપિયા આપો છો” તેવું કહી “પોલીસ સ્ટેશને બોલાવ્યા છે, સાથે જ જેતપુર સીટી પોલીસે પોલીસના નામે ફોન કરી કારખાનેદારને ‘વ્યાજે રૂપિયા આપો છો?” તેવું કહી ધમકાવતો હતો. જેતપુર શહેરની રાજેશ્વરી સોસાયટીમાં રહેતો અને રાહુલ પ્રિન્ટ નામનું સાડીનું કારખાનું ચલાવતો રાહુલ વાડોદરિયા નામના કારખાનેદાર યુવાનને એક પોલીસના નામે ફોન આવેલ તેમાં પ્રથમ ‘હું પીઆઇનો રાઇટર બોલું છું’ ત્યારબાદ ‘હું જેતપુર સીટી પીઆઇ એ.ડી. પરમાર બોલું છું’ તેમ કહી ‘તમોએ યશ વસોયાને 15 હજાર રૂપિયા વ્યાજે આપેલ છે’ તેની અરજી સીટી પોલીસ સ્ટેશનમાં આવેલ છે. માટે તમે પોલીસ સ્ટેશને બોલાવે છે.

આવો ફોન આવતા કારખાનેદાર પોલીસ સ્ટેશને જતા અને ત્યાં પીઆઈને રાઈટરને મળતા જાણવા મળેલ કે રાઇટર કે PIએ બોલાવ્યો જ નથી. અને જે મોબાઈલ નંબર પરથી કોલ આવેલ તે કોઈ પોલીસ કર્મચારીના છે જ નહીં. જેથી કારખાનેદારે પોલીસનું ખોટું ધારણ કરી ધમકાવનાર શખ્સ સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આ બાબતે ત્વરિત તપાસ કરી પોલીસનું ખોટું નામ ધારણ કરનાર શખ્સને ઝડપી લીધો હતો,ઝડપાયેલ શખ્સ જેતપુર તાલુકાના ખારચિયા ગામનો વતની એવો પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ મહેશભાઈ ખુમાણ હોવાનું ખુલ્યું હતું,સાથે જ આ કેસમાં તો ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચી જતા તેની સાથે આરોપી કોઈ રૂપિયા પડાવી નથી શક્યો પરંતુ પોલીસને એવી શંકા છે કે આરોપીએ અન્ય લોકો પાસેથી પીઆઈનો રોફ જમાવી ધાક ધમકી આપી રૂપિયા પડાવ્યા છે કે કેમ જેથી આરોપીની આકરી પુછપરછ કરીને અન્ય કેટલા લોકો આ શખ્સનો ભોગ બન્યા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા નકલી પોલીસ પૃથ્વીરાજ ઉર્ફે પ્રતાપ ખુમાણ મોડન્સ ઓપેન્ડિશ એવી હતી કે તે લોકોને પોલીસ નું ખોટું નામ આપી. ડરાવી ધમકાવી લોકો પાસેથી પૈસા પડાવતો હોવાની એમો ધરાવતો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી રહી છે. હાલ તો, નકલી પોલીસ ને અસલી પોલીસ નો ભેટો થઈ જતા રૂપિયા તો ન મળ્યા પરંતુ જેલ ની હવા જરૂર થી મળી છે.