જિયોનો આ પ્લાન છે તમારા માટે બેસ્ટ, 49 કરોડ યુઝર્સે કરાવ્યા આ પ્લાન
Reliance Jio Double Data Plan Offer: જિયો તેના વપરાશકર્તા માટે અલગ અલગ પ્રકારના પ્લાન લઈને આવી રહ્યું છે. જો તમે પણ જિયોનો પ્લાન કરવાનું વિચારી રહ્યા છો અમે તમારા માટે એવા પ્લાનની માહિતી લઈને આવ્યા છીએ જે ડબલ ડેટા વેલિડિટી ઓફર તમને કરશે.
Jioનો ડબલ ડેટા ઓફર પ્લાન
Jio નો રૂપિયા 349 નો પ્લાન
Jio નો આ રિચાર્જ પ્લાન ડબલ ડેટા સાથેનો સૌથી સસ્તો માસિક પ્લાન છે. જેમાં તમને 28 દિવસ માટે કુલ 56GBનો લાભ મળશે. Jio સિનેમાનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ તેની સાથે તમને મળશે.
Jioનો 719 રૂપિયાનો પ્લાન
719ના જિયો પ્લાનમાં તમને 70 દિવસની વેલિડિટી મળી રહેશે. આ પ્લાનમાં તમને 70 દિવસ માટે કુલ 140GB ડેટાનો લાભ મળશે. તમને દરરોજ 2GB ડેટા મળી રહેશે. તેની સાથે સાથે Jio Cinema, Jio TV અને Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.
આ પણ વાંચો: મુકેશ અને નીતા અંબાણી વિશ્વના સિલેક્ટેડ 100 લોકોમાં સામેલ, ટ્રમ્પના શપથ ગ્રહણમાં રહેશે હાજર
Jioનો રૂપિયાનો 1028 પ્લાન
Jio રૂપિયા 1028ના પ્લાનમાં તમને 84 દિવસ સુધી 168GB ડેટાનો લાભ મળશે. તેની સાથે તમને 100 ફ્રી SMS પણ મળી રહેશે.