November 23, 2024

Jio Choice Number Scheme: મનપસંદ નંબર જોઈએ છે તો આ સ્ટેપ કરો ફોલો

Jio Choice Number Scheme: મોટા ભાગના લોકોને ખાસ મોબાઈલ નંબર મેળવવાની ઈચ્છા હોય છે. તો તમારા માટે સારા સમાચાર છે. Jio એ એક ખાસ સેવા શરૂ કરી છે જેના દ્વારા તમે તમારી પસંદનો નંબર મેળવી શકો છો.

પસંદગીનો મોબાઈલ નંબર
ગયા વર્ષે જિયોએ ચોઈસ નંબર સ્કીમની શરૂઆત કરી હતી. જેના થકી ગ્રાહકો તેમની પસંદગીનો મોબાઈલ નંબર મેળવી શકે છે. પરંતુ તેના માટે તમારે થોડી ફી ચૂકવવી પડશે. ચૂકવણી કરીને તમે તમારા મોબાઇલ નંબરને અમુક હદ સુધી કસ્ટમાઇઝ કરી શકો છો. પરંતુ શું તમને ખબર છે કે પસંદગીના નંબર મેળવવા માટે શું કરવું પડે છે? Jio ચોઈસ નંબર સ્કીમ અને તમારો મનપસંદ નંબર મેળવવા માટે તેનો ઉપયોગ કરવાની સ્ટેપ વિશે જણાવી રહ્યાં છીએ.

તમારો કસ્ટમાઇઝ્ડ Jio નંબર કેવી રીતે મેળવવો?
તમે MyJio એપ/વેબસાઈટ અથવા Jio ચોઈસ નંબર વેબસાઈટ પર જઈને આ સુવિધાનો લાભ મેળવી શકો છો.

Jio ચોઈસ નંબર વેબસાઈટ દ્વારા

  • વેબસાઇટ https://www.jio.com/selfcare/choice-number પર પહેલા જવાનું રહેશે.
  • તમારો હાલનો JioPostpaid Plus નંબર દાખલ કરીને OTP દ્વારા ચકાસો.

આ બાદ તમે વેરિફિકેશન પછી, તમે એક નવું પેજ જોશો જ્યાં તમે તમારા 4-6 અંકો, નામ અને પિન કોડ દાખલ કરી શકો છો. હવે તમે તમારા પિન કોડ અનુસાર ઉપલબ્ધ ફોન નંબર તમને જોવા મળશે

આ પણ વાંચો: રક્ષાબંધન પર તમારી બહેનને આ ફોન કરો ગિફ્ટ

નવું સિમ કાર્ડ મેળવો

  • તમારા ફોન પર MyJio એપ ખોલો
  • મેનુ વિભાગમાં જોવ
  • નંબર પસંદ કરો તે વિભાગ પર ક્લિક કરો
  • નવા નંબર માટે તમારું નામ, પિન કોડ અને પસંદગીના 4-5 અંકો દાખલ કરો
  • તમારી પસંદગીનો નંબર પસંદ કરો અને “ચાલો હવે બુક કરો” પર ક્લિક કરો. નવો નંબર મેળવવા માટે ₹499 ચૂકવાના રહેશે.