Jio પાસે 365 દિવસ માટે આ પ્લાન છે બેસ્ટ, મળશે આ લાભ

Jio Recharge Plan: જિયો સૌથી વધારે વપરાશમાં લોકો લઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને કંપની પણ નવી નવી ઓફર લઈને આવી રહી છે. વપરાશકર્તાઓને વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ માટે એક પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન 365 દિવસ સુધી ચાલશે. Jio પાસે 365 દિવસ માટે 2 રિચાર્જ પ્લાન છે. જેમાં રૂપિયા 3599 અને રૂપિયા 3999 છે. ચાલો તમને રૂપિયા 3599 ના પ્લાન વિશે વધારે માહિતી આપીએ.
આ પણ વાંચો: RCBને ડ્રેસિંગ રૂમ બદલવાની સલાહ મળી, ભૂતપૂર્વ ક્રિકેટરે આપ્યું ‘વિચિત્ર’ નિવેદન
Jioના પ્લાનથી મોટી રાહત મળી
જિયો તેના ગ્રાહકોને તેના 3599 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં આખા વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી સાથે તમને મળશે. જેમાં તમને એસટીડી નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ઓફર મળશે. આ પ્લાનમાં ફ્રી કોલિંગની સાથે દરરોજ 100 ફ્રી SMS પણ મળે છે. આ પ્લાનમાં તમને 365 દિવસ માટે 912GB ડેટા મળશે. એટલે કે તમે રોજ 2.5GB ડેટાનો ઉપયોગ તમે કરી શકો છો. તમને આ પ્લાનમાં 64kbps ની સ્પીડ મળશે. તેની સાથે સાથે OTT એપનું સબ્સ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ થશે. Jio Hotstar નું મફત સબ્સ્ક્રિપ્શન મળે છે.