November 10, 2024

ભાજપના ઉમેદવારને હરાવી વિનેશ ફોગટની રાજકીય ક્ષેત્રે પ્રથમ જીત

Vinesh Phogat Julana Election Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. બધાની નજર રાજ્યની સૌથી હોટ સીટ બેઠક જુલાના પર હતી, જ્યાંથી કોંગ્રેસે ઓલિમ્પિયન વિનેશ ફોગાટને મેદાનમાં ઉતાર્યા હતા. વિનેશ ફોગાટે આ સીટ પર કબજે કરી છે. નોંધનીય છે કે, આ સીટ પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ અહીંથી યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતાર્યા હતા. ગત વખતે અમરજીતે ભાજપના ઉમેદવારને હરાવીને આ બેઠક જીતી હતી. આ વર્ષે આ બેઠક પર બમ્પર મતદાન થયું છે.

જુલાના બેઠક પર તમામ 15 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. વિનેશ ફોગાટે પ્રથમ ચૂંટણી 6015 મતોથી જીતી છે. જ્યારે બીજેપીના યોગેશ કુમાર 59065 વોટ સાથે બીજા ક્રમે છે. વિનોશને આ ચૂંટણીમાં 65080 વોટ મળ્યા હતા.

Exit Pollમાં જુલાના સીટની શું હતી હાલત?
એક સર્વે અનુસાર કોંગ્રેસ માટે આ સીટ જીતવી આસાન નહીં હોય. ગત ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસ ત્રીજા ક્રમે રહી હતી. તેમને લગભગ 12 ટકા વોટ મળ્યા હતા. જેજેપીના અમરજીત ઢાંડા અહીંથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. આ ચૂંટણીમાં જેજેપી નબળી દેખાઈ રહી હતી. આવી સ્થિતિમાં વિનેશ ફોગટ પોતાની પ્રથમ ચૂંટણી જીતી શકે છે.