December 5, 2024

જૂનાગઢ RTOના ગોરખધંધાનો પર્દાફાશ, ગેરકાયદેસર વાહનોના વેચાણનું કૌભાંડ ઝડપાયું

જૂનાગઢઃ સરકારી ગચેરીના મસમોટા ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. જૂનાગઢ RTO દ્વારા કેશોદમાં ગેરકાયદેસર વાહનોના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર વડી કચેરીએ બાતમીના આધારે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે.

જૂનાગઢ RTOએ કેશોદમાંથી સમગ્ર કૌભાંડ ઝડપી લીધું છે. વેસ્ટર્ન બજાજ સેલ્સ એન્ડ સર્વિસ નામના બાઈકના શો રૂમમાં કાર્યવાહી કરવામાં આવી છે. RTOના નિયમ મુજબ જે તે જિલ્લામાં વાહનોના વેચાણ માટે તે જ જિલ્લાની RTOનું ટ્રેડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. કેશોદના ડીલર પાસે જૂનાગઢ જિલ્લાનું ટ્રેડ સર્ટિફિકેટ ન હતું.

સર્ટિફિકેટ ન હતું છતાં ગીર સોમનાથ જિલ્લાના ટ્રેડ સર્ટિફિકેટ પર વાહનોનું વેચાણ થતું હતું. જૂનાગઢ RTO દ્વારા ડીલરને નિયમાનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અંદાજે 25 લાખની કિંમતના 25 બાઈક ડિટેઈન કરવામાં આવ્યા છે.