October 25, 2024

દિવાળી પર આ રીતે ઘરે બનાવો કાજુ કતરી, મહેમાનો થઈ જશે રાજીના રેડ

Diwali 2024 Food Recipe: દિવાળી હવે નજીક આવી રહી છે. ત્યારે દિવાળીના સમયમાં કાજુ કતરી ના બને તો આ તહેવાર અધૂરો લાગે છે. ત્યારે અમે તમારા માટે આ દિવાળી ઉપર કાજુ કતરીની બેસ્ટ અને ઈઝી રેસીપી લઈને આવ્યા છીએ. આવો જાણીએ આ રેસીપી વિશે.

સામગ્રી

  • 250 ગ્રામ કાજુ,
  • 250 ગ્રામ ખાંડ
  • 250 ગ્રામ દૂધ
  • ચાંદીનું વરખ

આ પણ વાંચો: આ રીતે બનાવો સુરતની પ્રખ્યાત ઘારી, વાંચો સંપૂર્ણ રેસિપી

કેવી રીતે બનાવશો
સૌ પ્રથમ કાજુ અને દૂધને એકસાથે બ્લેન્ડરમાં તમારે પીસીને પેસ્ટ બનાવવાની રહેશે. હવે આ પેસ્ટને ગેસ પર ધીમી આંચ પર રાખો અને તેમાં ખાંડને ઉમેરતા રહો. ખાંડ બરાબર ઓગળી જાય ત્યાં સુધી તેને તમારે હલાવતા રહેવું પડશે. તમારે ત્યાં સુધી તવા ઉપર રાખવાનું રહેશે જ્યાં સુધી તે ગૂંથેલા કણક જેવું ન થઈ જાય. હવે તમારે આ ગૂંથેલા કણકને ગ્રીસ કરેલા વાસણમાં કાઢી લેવાનું રહેશે. હવે તેના પર ચાંદીનું વરખ લગાવો. તે ઠંડુ થાય પછી તેને મનપસંદ આકારમાં કાપી લો. તમારી કાજુ કતરી તૈયાર છે.