કામધેનુ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ પર યુવરાજસિંહ જાડેજાએ કર્યા સવાલો
Gujarat Government Exam: વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષા સમક્ષ સવાલો ઉભા થયા છે. કામધેનુ યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયા અને પરીક્ષા પદ્ધતિ પર યુવરાજસિંહ જાડેજાએ સવાલો કર્યા છે. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે 9 માસ અગાઉ યોજાયેલ પરીક્ષાનું પેપર વર્ષ 2021માં ઉપલ્બધ હતું. સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફિશરીઝ વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી.
આ પણ વાંચો:31 ડિસેમ્બર પહેલા વડોદરામાં બુટલેગરો સક્રિય થયા, 200 પેટી વિદેશી દારૂ ઝડપાયો
બ્લોગ પર પેપર ઉપલ્બધ હતું
સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ ફિશરીઝ વર્ગ 3 ની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં 200 માર્કસના MCQ પ્રશ્નપત્ર પૂછવામાં આવ્યા હતા. પરીક્ષા માટે 15/03/2024 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. યુવરાજસિંહે કહ્યું કે જે બ્લોગ પર પેપર ઉપલ્બધ હતું તે પ્રોફેસર દ્વારા ચલાવાતું હતું. પ્રોફેસર દ્વારા હિંમતનગરથી જ ચલાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ત્રણ ફિશરીઝ કોલેજો હોવા છતાં કામધેનું યુનિવર્સીટીનાં યુનિવર્સીટી ભવનમાં એક પણ અધિકારી ફિશરીઝ ફિલ્ડનો નથી