કાઠિયાવાડી ટેસ્ટમાં બનાવો ભરેલા લસણીયા કંટોલા, આંગળા ચાટતા રહી જાવ એવી રેસીપી
kantola Recipe gujarati: આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ.. ઉની ઉની રોટલી અને કારેલાનું શાક નહીં પરંતુ કાઠીયાવાડનું બેસ્ટ શાક એટલે કંટોલાનું શાક. વરસાદની સીઝન આવતાની સાથે કંટોલા આવવા લાગે છે. કોઈ ભાગ્યે જ હશે જેમને કંટોલાનું શાક ભાવતું નહીં હોય. આજે અમે તમારા માટે ભરેલા કંટોલાના શાકની રેસીપી લઈને આવ્યા છીએ. આ રેસીપીથી તમે બનાવશો તો તમે ખાતાને ખાત રહી જશો.
ભરેલા કંટોલાનું શાક બનાવવા માટેની સામગ્રી:
250 ગ્રામ કંકોડા લો
1/2 ચમચી લાલ મરચું લો
લસણવાળી ચટણી લો
1/2 ચમચી હળદર લો
1/2 ચમચી ધાણાજીરું લો
સ્વાદ પ્રમાણે મીઠું લો
આ પણ વાંચો: વરસાદની સિઝનમાં માથામાંથી ખોડો જતો નથી? બસ આ કરો
ભરેલા કંટોલાનું શાક બનાવવા માટેની રીત
એક પેન લઈ તેમાં થોડું વધારે તેલ મૂકી ગરમ કરો. તેમાં થોડી રાઈ હીંગ નાંખો. આ શાકમાં પાણી નાંખવામાં આવતું નથી. જેના કારણે તમે તેલ થોડું વધારે નાંખો. હળદર, મરચુ, ધાણાજીરુ પાઉડર અને આદુ અને લસણની પેસ્ટ બનાવીને કંટોલાની અંદર ભરી દો. ગરમ તેલમાં તમે તેને નાંખી દો. ઢાંકીને ગેસ મીડિયમ રાખીને ચડવા દો. 5-10 મિનિટ ઢાંકીને ચડવા દો. હવે તેમાં લસણવાળી ચટણી નાંખો. ત્યારબાદ તમે ગેસ બંધ કરીને થોડી વાર એમ જ રહેવા દો. બસ 2 મિનિટ રાખ્યા બાદ ત્યાર છે તમારું ભરેલા કંટોલાનું શાક.