February 4, 2025

કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન, વિધાનસભા જવા સરકારી બસનો જ ઉપયોગ કરતા

Karsanbhai Solanki: મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થયુ છે. કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાને 10.30 કલાક સુધી અંતિમ દર્શન કરી શકાશે. 11 કલાકે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે. કડી ભાજપના ધારાસભ્ય કરસનભાઇ સોલંકીને ઘણા સમયથી કેન્સરની બીમારી હતી. સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે કરશનભાઈ સોલંકી લોકપ્રિય નેતા બન્યા હતા.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ, આ ટેસ્ટમાંથી થવું પડશે પસાર

11 વાગે અંતિમ યાત્રા
માહિતી પ્રમાણે કરશનભાઈ સોલંકી ઘણા સમયથી બિમાર હતા. આજે 11 વાગે અંતિમ યાત્રા નિકળશે. તેમના સ્વભાવથી તેઓ જાણીતા હતા. વિધાનસભા જવું હોય તો પણ સરકારી બસનો ઉપયોગ કરશે. ભૂપેન્દ્ર પટેલ પણ કડી ખાતે તેમના નિવાસ સ્થાને ઉપસ્થિત રહેશે.કાકાના હુલામણા નામથી તેઓ જાણીતા હતા. ધારાસભ્ય હોવા છતાં વિધાનસભા જવું હોય તો પણ સરકારી બસનો જ ઉપયોગ કરતા હતા.