September 12, 2024

રક્ષાબંધનમાં બનાવો કણીદાર કાઠિયાવાડી થાબડી પેંડા

Raksha Bandhan 2024 Thabdi Peda: રક્ષાબંધનમાં મીઠાઈ વગર તો ના જ ચાલે. આજે અમે તમને કાઠિયાવાડી થાબડી પેંડાની રીત જણાવીશું. તમે દરેક પ્રકારની મીઠાઈ ખાધી હતી પણ એક વાર આ કાઠિયાવાડી થાબડી પેંડા ખાઈ લેશો તો મથુરાના પેંડા પણ ભૂલી જશો. આ રક્ષાબંધનમાં તમારા ઘરે બનાવો કાઠિયાવાડી થાબડી પેંડા.

થાબડી પેંડા બનાવવા માટે સામગ્રી

  • ઘી- પેંડા વાળવા માટે
  • દૂધ- 1 લીટર
  • પિસ્તા- ગાર્નિશ કરવા માટે
  • ફટકડી- અડધી ચમચી
  • ખાંડ -200થી 250 ગ્રામ
  • પીસેલી ઇલાયચી- ચપટી

આ પણ વાંચો: Raksha Bandhan પર ઘરમાં નથી કોઈ મીઠાઈ તો 10 મિનિટમાં બનાવો આ રસ મધૂરા મલાઈ રોલ

થાબડી પેંડા બનાવવાની રીત

  • કાઠિયાવાડી થાબડી પેંડા બનાવવા માટે 1 જાડા તળિયાવાળી કડાઇ લેવાની રહેશે. જાડા તળિયાવાળી કડાઇ એટલા માટે કારણે કે તેનાથી દૂધ કડાઇમાં ચોંટશે નહી.
  • હવે તેમાં ફુલ ક્રીમ વાળા દૂધને નાંખો
  • દૂધમાં ઉભરો આવવા દો
  • અંદાજે 200-250 ગ્રામ ખાંડ લો અને દૂધમાં એક ઉભરો આવે ત્યારે તેમાં નાંખી દો
  • હવે પીસેલી ફટકડી તેમાં ઉમેરી દો
  • દૂધ ફાટી જાય પછી તે પનીર જેવું લાગશે.
  • બીજી કડાઇમાં ખાંડની ચાશણી બનાવી દો
  • હવે કડાઇમાં તૈયાર થઇ રહેલા પનીરમાં ખાંડની ચાશણી મિક્સ કરી દો
  • ખાંડ અને પનીરને મિક્સ કર્યા પછી તેને શેકવાનું છે
  • ઇલાયચી મિક્સ કરો
  • હાથ પર ઘી લગાવીને પેંડા બનાવી દો

તો તૈયાર છે ગુજરાતના એકદમ મુલાયમ કાઠિયાવાડી થાબડી પેંડા. જે આ રક્ષાબંધન બનાવશે તમારી ખાસ.