December 25, 2024

Kawasaki Ninjaનું નવું મોડેલ લોન્ચ થયું, જાણો કેટલી હશે કિંમત

અમદાવાદ: ટેકનોલોજીમાં સતત વધારો થઈ રહ્યો છે. જે ઓટો સેક્ટરમાં પણ જોવા મળી રહ્યું છે. માર્કેટમાં નવા નવા લુક અને ફીચર્સ સાથે વાહન આવી રહ્યા છે. હા, એક વસ્તું અહિંયા ચોક્કસ છે કે ટેકનોલોજી તો મળશે પરંતુ સામે તમને તેમની 2 ગણી કિંમત પણ દેવી પડશે. કારણ કે નવું કંઈ પણ આવે ત્યારે તેની કિંમતમાં વધારો તો હોય જ છે. ત્યારે Kawasaki Ninja 500 આવી ગઈ છે. જેનો લુક અને ફીચર્સ જોઈને તમને તેના ફેન બનાવી દેશે. આવો જાણીએ તમામ તેની ફીચર્સ વિશે.

આ કિંમતે મળશે
Ninja 500નું ટીઝર રિલીઝ થયાના થોડા જ દિવસો બાદ, Kawasakiએ તેને ભારતીય બજારમાં રૂપિયા 5.24 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કર્યું છે. હાલ 40,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. Ninja 500 ને પાવર આપવા માટે, એક નવું લિક્વિડ-કૂલ્ડ, 451cc સમાંતર-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે. જે 6,000rpm પર 42.6Nm ટોર્ક જનરેટ કરવામાં મદદ કરશે.

 

બાઇક સાથે સ્પર્ધા
Yamaha R3 લોકપ્રિય સ્પોર્ટ્સ બાઇક છે. Aprilia RS457 પણ ઘણા નવા ફીચર્સ સાથે અપડેટેડ મોડલ છે. આ સાથે KTM RC390 આ એક પાવરફુલ સ્પોર્ટ્સ બાઇક છે જે તેની સ્પીડ અને પરફોર્મન્સ માટે પ્રખ્યાત છે. આ ત્રણેય બાઇક Kawasaki Ninjaની હરીફાઈમાં જોવા મળે છે.