December 4, 2024

પહાડ પર ટ્રીપ કરતા સમયે આટલી વસ્તુની કાળજી રાખો

Mountain Trip Tips: ગરમીની ઋતુ શરૂ થતાની સાથે લોકો પહાડોમાં ફરવાનો પ્લાન બનાવવાનું શરૂ કરી દેતા હોય છે. સુંદર પહાડો અને ત્યાંથી દેખાતો નજારો આંખોને ઠંડક આપે છે. આ સુંદર નજારાની સાથે કેટલીક સાવચેતી પણ ખુબ જ જરૂરી છે. પેકિંગ સમયે કેટલીક વાતનું ધ્યાન રાખવાથી તમારી પહાડની સફર વધારે આરામદાયક બની રહેશે. ફેમિલીની સાથે હિલ સ્ટેશન પર જતા સમયે કેટલીક વસ્તુનું બુકિંગ કરવું ખુબ જ જરૂરી છે.

ઓછા વજન સાથે સામાન લઈ જવો
પહાડો પર જતા સમયે ઓછા વજનવાળો સમાન લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે વધારે સામાન લઈને જશો તો પહાડ ચડવા સમયે મુશ્કેલીનો સામાનો કરવો પડી શકે છે. પહાડની ટ્રિપ કરતા સમયે વધારે સમાન લઈ જવાના કારણે તેને ઉપાડી ઉપાડીને થાકી જશો. જેના કારણે તમને ફરવાની મજા નહીં લઈ શકો. આ સાથે ટ્રિપ દરમિયાન ડાર્ક રંગના કપડા સાથે રાખવા જોઈએ. જેથી કપડા ગંદા થવાનો ડર ના રહે.

ફુટવિયરનું રાખો ધ્યાન
પહાડોની સફર પર જઈ રહ્યા છો તો તમારા શુઝનું ખાસ ધ્યાન રાખો. એવા ફુટવિયર પસંદ કરો જે આરામદાયક હોય એ સાથે મજબુત પણ રહે. જો શુઝ મજબુત નહીં હોય તો તમારે મુશ્કેલી થઈ શકે છે. આ ઉપરાંત જો તમારે ટ્રેકિંગનો ઈરાદો હોય તો સ્નીકર્સની પસંદગી કરો. જે ખરાબ રસ્તામાં પણ તમને સાથ આપે.

દવાઓ સાથે રાખો
ફેમિલીની સાથે જો તમે ફરવા જઈ રહ્યા છો કે પછી સોલો ટ્રિપ કરી રહ્યા છો. આ બંન્ને સ્થિતિમાં તમારી પાસે તમારી દવાઓ સાથે હોવી જોઈએ. પહાડો પર ગાડીમાં બેસીને ઉબકા આવવા જેવી સમસ્યાઓ થાય છે. ત્યારે તે સંબંધિત દવાઓ તમારી પાસે હોવી જોઈએ. આ ઉપરાંત તમે નાના બાળક સાથે ફરવા જઈ રહ્યા છો. તો તેમના માટે ઉધરસ, તાવ, શરદી જેવી દવાઓ સાથે રાખવી. જેથી તમારે ફરવાના સ્થળે વધુ હેરાન થવું નહીં પડે.

પાવર બેંક જરૂર રાખો
પહાડોની ટ્રિપ પ્લાન કરી રહ્યા છો તો તમારી સાથે પાવર બેંક સાથે રાખવાનું ચુકતા નહીં. પહાડના રસ્તા પર લાંબા સમય સુધી અટકાય જવાની ઘટના ખુબ જ સામાન્ય છે. આ સ્થળે તમારા ફોનમાં લોકો સાથે કનેક્ટ રહેવા માટે ચાર્જીગ હોવું ખુબ જ જરૂરી છે.