November 22, 2024

Google Mapને કારણે પ્રવાસીઓની કાર નદીમાં ખાબકી! વાંચો સમગ્ર કિસ્સો

કેરળઃ ઘણીવાર અજાણ્યા સ્થળોએ મુસાફરી કરતી વખતે લોકો Google મેપ પર આધાર રાખે છે. પરંતુ ગુગલ મેપ પર સતત આધાર રાખવો જોખમકારક છે. કેરળમાં કુરુપંથરાના એક ગ્રુપને Google મેપનો ઉપયોગ કરવો એટલો મોંઘો સાબિત થયો કે તે તેમને મોત સુધી લઈ ગયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, શુક્રવારે રાત્રે હૈદરાબાદના પ્રવાસીઓનું એક જૂથ અલપ્પુઝા તરફ જઈ રહ્યું હતું. દરેક લોકો આ વિસ્તારથી અજાણ હોવાથી તેઓ તેમણે ગૂગલ મેપનો સહારો લઈ રહ્યા હતા, પરંતુ ગૂગલ મેપ પર ખોટી માહિતીના કારણે તેમની કાર નદીમાં પડી ગઈ હતી.

આ અકસ્માત શુક્રવારે રાત્રે થયો હતો
પોલીસે જણાવ્યું હતું કે, હૈદરાબાદના પ્રવાસીઓનું વાહન ગૂગલ મેપના કારણે દક્ષિણ કેરળના કુરુપંથરા જિલ્લાની નજીક નદીમાં પડી ગયું હતું. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. એક મહિલા સહિત ચાર લોકો અલપ્પુઝા તરફ જઈ રહ્યા હતા. તે રૂટ પર વરસાદી માહોલ હતો.

આ પણ વાંચોઃ Lok Sabha Election 2024: છઠ્ઠા તબક્કામાં કુલ 58 બેઠક પર મતદાન શરૂ

રસ્તાઓ પાણીમાં ગરકાવ હોવાથી તેઓ આ વિસ્તારથી અજાણ હોવાથી તેઓ ગુગલ મેપનો ઉપયોગ કરતા હતા, પરંતુ ખોટી માહિતીના કારણે તેમનું વાહન નદીમાં પડી ગયું હતું . જો કે, ભગવાનનો આભાર કે પોલીસ પેટ્રોલિંગ યુનિટ અને સ્થાનિક રહેવાસીઓના પ્રયાસોથી ચારેયનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું. પરંતુ તેમનું વ્હિકલ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

ગત વર્ષે પણ આવો જ એક અકસ્માત થયો હતો
નોંધનીય છે કે, કેરળમાં આ પ્રકારની આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે ઓક્ટોબરમાં કેરળના કોચીમાં કાર નદીમાં પડી જતાં બે યુવાન ડોક્ટરોના મોત થયા હતા. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કારસવાર ગૂગલ મેપની મદદથી ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. ત્યારે કાર નદીમાં પડી હતી. આ ઘટના બાદ કેરળ પોલીસે ચોમાસાની ઋતુ દરમિયાન મેપનો ઉપયોગ કરવા માટે સાવધાનીના માર્ગદર્શિકા જાહેર કરી હતી.