આજે KKR vs PBKS વચ્ચે મહામુકાબલો, કોલકાતામાં હવામાન કેવું રહેશે?

IPL 2025 ની 44મી મેચ આજે રમાવાની છે. આજે પંજાબ અને કોલકાતાની ટીમનો આમનો-સામનો થવાનો છે. પંજાબ પોતાની પકડ મજબૂત કરશે તો કોલકાતા 2 હાર પછી હવે જીતને શોધશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.આ મેચ આજે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આવો જાણીએ કે આજની મેચમાં કેવું રહેશે હવામાન.

આ પણ વાંચો: મુંબઈ ઈન્ડિયન્સ લખનૌ સુપર જાયન્ટ્સ સામે બદલો લેવા તૈયાર, જાણો હેડ ટુ હેડ રેકોર્ડ

ઇડન ગાર્ડન્સમાં હવામાન કેવું છે?
ઇડન ગાર્ડન્સનું હવામાન ખૂબ ગરમ છે, જે બંને ટીમોને મુશ્કેલીમાં મૂકી શકે છે. બેટિંગ માટે અહિંયાની મેચ સારી રહે છે. પિચનો બાકીનો અંતિમ અહેવાલ મેચ પહેલા જાહેર કરવામાં આવશે. આજે આ મેદાન પર કઈ ટીમ જીતે છે તે જોવાનું રહેશે. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે અત્યાર સુધીમાં આઠ-આઠ મેચ રમી છે. પંજાબે આઠમાંથી પાંચ મેચ જીતી છે, જ્યારે ટીમને ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. KKR એ આઠમાંથી ફક્ત ત્રણ મેચ જીતી છે અને ટીમ અત્યાર સુધીમાં પાંચ મેચ હારી ગઈ છે