March 25, 2025

જો વરસાદને કારણે KKR vs RCB મેચ રદ થાય તો કઈ ટીમને થશે ફાયદો?

IPL 2025: આઈપીએલની પહેલી મેચ આજે રમાવાની છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મહામુકાબલો થવાનો છે. આજે સાંજના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે આ મેચ રમાશે. જોકે વરસાદના કારણે આજની મેચ કેન્સલ થવાની સંભાવના છે. હવે તમને સવાલ થતો હશે કે આજની મેચ કેન્સલ થાય છે તો કઈ ટીમને ફાયદો થશે. આવો જાણીએ.

આ પણ વાંચો: તમારા ઘરમાં AC છે તો આ ભૂલ ના કરતા નહીં તો ધડાકો થશે

જો વરસાદને કારણે KKR vs RCB મેચ રદ થાય તો?
IPL 2025 સિઝનની 18મી સિઝન આજથી શરૂ થવાની છે. ત્યારે આજે પહેલી મેચમાં કોલકાતા અને બેંગ્લોર વચ્ચે આમનો સામનો થશે. આજની મેચ કેન્સલ થઈ શકે છે. કારણ કે કોલકાતામાં કેટલાય સમયથી વરસાદ પડી રહ્યો છે. જો વરસાદને કારણે KKR vs RCB મેચ રદ થાય છે તો એકને નહીં બંનેને ફાયદો થશે. જો વરસાદને કારણે મેચ રદ થાય છે તો બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આ સાથે વરસાદના કારણે મેચ 60 મિનિટ સુધી લંબાવી શકવામાં આવે છે.