March 23, 2025

KKR vs RCB: આજથી IPLનો પ્રારંભ, જાણો પિચ રિપોર્ટ

KKR vs RCB Pitch Report: આઈપીએલ મેચ આજથી શરૂ થઈ રહી છે. જેમાં કોલકાતા અને બેંગ્લોરની ટીમનો આમનો સામનો થશે. બંને ટીમ જ્યારે આમને સામને આવી છે ત્યારે મેચ રોમાચંક જોવા મળી છે. આજની મેચમાં પણ ચાહકોની એવી જ અપેક્ષાઓ છે. આવો જાણીએ ઇડન ગાર્ડન્સની પિચની સ્થિતિ શું હશે.

આ પણ વાંચો: IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં આજે આ કલાકારો મચાવશે ધૂમ

ઇડન ગાર્ડન્સ પિચ રિપોર્ટ
કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ બેટ્સમેનનો માટે ફાયદાકારક છે. અત્યાર સુધીમાં, ઇડન ગાર્ડન્સ પર કુલ 93 મેચ રમાઈ છે. જેમાં જે ટીમે પ્રથમ બેટિંગ કરનારી ટીમે 38 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. બીજા દાવમાં બેટિંગ કરતી ટીમે 55 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. આ મેદાન પર સરેરાશ સ્કોર 180 રન છે. આવી સ્થિતિમાં, અહીં જે પણ કેપ્ટન ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.