March 23, 2025

KKR vs RCB: ટોસનો સમય બદલાઈ શકે છે, જાણો શું છે કારણ?

IPL 2025 KKR vs RCB: IPL 2025ની પહેલી મેચ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે આજે રમાવાની છે. આજે સાંજે 7:30 વાગ્યે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. જેમાં ટોસ 7 વાગ્યે થઈ શકે છે. ટોસનો સમય બદલાઈ શકે છે. તેનું કારણ પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો:  KKR-RCB મેચ પહેલા શાહરૂખ ખાન કોલકાતા પહોંચ્યો, આવ્યો સામે વીડિયો

ટોસનો સમય કેમ બદલાઈ શકે છે?
KKR vs RCB મેચ પર વરસાદ પડી શકે છે. જેના કારણે ટોસના સમયમાં ફેરફાર કરવામાં આવી શકે છે. કોલકાતામાં રાતથી જ વરસાદ પડી રહ્યો છે. જમીન ઢાંકેલી રાખવામાં આવી છે. આ ઉપરાંત આજે મેચ દરમિયાન પણ વરસાદ પડવાની શક્યતા છે. જો ટોસ દરમિયાન વરસાદ પડે તો ટોસનો સમય પણ બદલી શકાય છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે મેચ પહેલા વરસાદ થવાની સંભાવના સૌથી વધુ છે, સાંજે 6 વાગ્યે વરસાદની શક્યતા 16 ટકા છે. ગઈ કાલે વરસાદને કારણે બંને ટીમોના અંતિમ પ્રેક્ટિસ સત્રને રદ કરવામાં આવ્યું હતું.