June 28, 2024

IPL 2024 Final: આજે Chennaiમાં KKR અને SRH વચ્ચે મેદાન-એ-જંગ

KKR vs SRH: આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે IPL 2024 ની ફાઈનલ મેચ રમાવાની છે. આ મેચનું આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યું છે. આ વર્ષની સિઝનમાં બંને ટીમનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું. હાલ આ બંને ટીમ સંપૂર્ણ રીતે મેચ રમવા માટે તૈયાર છે. મેચ દરમિયાન પિચની ભૂમિકા મહત્વની છે. આવો જાણીએ ચેન્નાઈની પીચથી કોને ફાયદો થશે.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચની વાત કરવામાં આવે તો તે સ્પિન ફ્રેન્ડલી છે. આ મેદાનમાં ઘણી મેચ રમાઈ છે. આવી સ્થિતિમાં પીચ ધીમી હોવી સ્વાભાવિક વાત છે. આ મેદાન પર મોટા ભાગે બોલરોનો દબદબો જોવા મળ્યો છે. પરંતુ એવું પણ ના કહી શકાય કે આ મેદાનમાં રન બની નહીં શકે. જો આ મેદાન પર બેટ્સેનો સમજદારીથી બેટિંગ કરે છે તો સારા રન બનાવી શકે છે. આ મેદાનમાં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 164 રન છે, જ્યારે બીજી ઈનિંગનો સરેરાશ સ્કોર 151 રન છે. જેના કારણે જે ટીમ ટોસ જીતે છે તે બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે. આજના દિવસે વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: વરસાદને કારણે IPL 2024 Final Match રદ્દ થાય તો કોણ વિજેતા બનશે?

આ પહેલા પણ થયો મુકાબલો
આ વખતની આઈપીએલની સિઝનમાં કોલકાતા અને હૈદરાબાદની ટીમનો સામનો 1 વાર થયો છે. જેમાં કોલકાતાની ટીમે સનરાઇઝર્સને 4 રને હરાવ્યું છે. આ મેચ બંને ટીમ માટે ખુબ ખાસ રહી હતી. બંને ટીમો આ સિઝનની પોતાની પ્રથમ મેચ એકબીજા સામે રમી હતી. હવે તેઓ પોતાની વચ્ચે સિઝનની છેલ્લી મેચ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

બંને ટીમોના ખેલાડી

કોલકાતા નાઈટ રાઈડર્સ
રરિંકુ સિંહ, નીતિશ રાણા, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, અનુકુલ રોય, સુયશ રાણા શર્મા, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, દુષ્મંથા ચમીરા, શ્રીકર ભરત, ચેતન સાકરિયા, શેરફેન રધરફોર્ડ, સાકિબ હુસૈન, હેમાનુલ્લા ગુરબાઝ (વિકેટમાં), સુનિલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), અલ્લાહ ગઝનફર.

સનરાઈઝર્સ હૈદરાબાદ
ઉમરાન મલિક, મયંક અગ્રવાલ, ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, માર્કો જોહ્નસન, મયંક માર્કન્ડે, એડન માર્કરામ, રાહુલ ત્રિપાઠી, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, ઝાટવેધ સુબ્રમણ્યમ, ફઝલહક ફારૂકી, આકાશ મહારાજ સિંહ, ટ્રેવિસ હેડ, નીતીશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટમાં), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, સનવીર સિંહ, પેટ કમિન્સ (સી), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, વિજયકાંત વ્યાસકાન્ત, ટી નટરાજન, અભિષેક શર્મા.