November 22, 2024

કેએલ રાહુલનો જન્મદિવસ, જાણો તેની સાથે જોડાયેલી કેટલીક રોમાંચક વાતો

KL Rahul Birthday:  આજે કેએલ રાહુલનો જન્મદિવસ છે. હાલમાં કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. આજે એમના જન્મદિવસ ઉપર અમે એવી માહિતી તમે આપવાના છીએ કે જે તમે કદાચ કયારે પણ નહીં સાંભળી હોય.

નાની ઉંમરમાં શરૂઆત

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ આજે એટલે કે 18મી એપ્રિલે આજે 32મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હાલમાં તે આઈપીએલ 2024માં લખનૌની ટીમનો કેપ્ટન છે. રાહુલનો જન્મ 18 એપ્રિલ 1992ના રોજ થયો હતો. તેના જન્મસ્થળની વાત કરવામાં આવે તો કર્ણાટકના બેંગલુરુમાં થયો છે. તેના પિતા કર્ણાટકમાં પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યા છે. તેઓ રાહુલના પિતા સુનીલ ગાવસ્કરના મોટા પ્રશંસક હતા અને તેથી તેમણે તેમના પુત્રને પણ ક્રિકેટર બનાવવાનું નક્કી કર્યું હતું. રાહુલે નાની ઉંમરમાં લગભગ 11 વર્ષનો હતો ત્યારે તેણે શરૂઆત કરી હતી.

આંતરરાષ્ટ્રીય સદી ફટકારી

ક્રિકેટની સાથે તેણે કોમર્સનો પણ અભ્યાસ કર્યો હતો. 23 જાન્યુઆરી 2023 ના સુનીલ શેટ્ટીની પુત્રી અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. તેણે કર્ણાટક માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની પહેલી વાર શરૂઆત કરી હતી. વર્ષ 2010માં આ શરૂઆત કરવામાં આવી હતી. 2016ના રોજ ઝિમ્બાબ્વે સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. ત્યારબાદ ઝિમ્બાબ્વે સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું. તે દિવસથી લઈને આજ દિન સુધી તેમે પાછું વળીને જોયું નથી. તેઓ સતત ક્રિકેટમાં આગળ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં તેણે 197 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તેમાં 7948 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: PBKS vs MI: પંજાબ કિંગ્સને ઝટકો, આ ખેલાડી આજે નહીં રમે

પ્રથમ બેટ્સમેન બન્યો

રાહુલે IPLમાં ફટકારી સૌથી ઝડપી સદી ફટકારી હતી. જેમાં રાહુલ IPL 2018માં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. કેએલ રાહુલ અત્યાર સુધી આઈપીએલમાં ખનઉ સુપર જાયન્ટ્સ, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમી ચૂક્યો છે. રાહુલે IPL 2024માં 4 સદી ફટકારી છે. તેણે મુંબઈ સામે 3 સદી ફટકારી છે. આજે રાહુલના જન્મદિવસ ઉપર તેના સસરા સુનીલ શેટ્ટી તેના વખાણ કરતા પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું કે “આપણા જીવનમાં શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી, આપણા જીવનમાં કોણ છે તે મહત્વનું છે… હું તમને મારી સાથે રાખીને ધન્યતા અનુભવું છું કારણ કે આ એક એવો સંબંધ છે જેને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. તમને જન્મદિવસની શુભેચ્છા.