November 22, 2024

NASA અને ISROનું ફુલ ફોર્મ શું છે? નેશનલ સ્પેસ ડે પર જાણો રસપ્રદ સવાલોના જવાબો

National Space Day Celebration: 23 ઓગસ્ટ 2023 એ ઐતિહાસિક દિવસ જ્યારે ભારતે ચંદ્રની સપાટી પર પગ મૂક્યો અને આવું કરનાર ચોથો દેશ બન્યો. આ ઉપરાંત ભારત દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ હતો. આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરવા માટે સમગ્ર દેશ 23મી ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવે છે.

ચંદ્રયાન-3 એ સફળતાના નવા આયામો સર્જ્યા અને ભારતને વિશ્વની અગ્રણી એજન્સીઓમાં નિશ્ચિતપણે સ્થાન આપ્યું. દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પ્રથમ દેશ છે. આ સિદ્ધિ ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મહેનતનું પરિણામ છે. આ દિવસે ભારતમાં ઘણી ઇવેન્ટ્સ યોજવામાં આવશે અને અવકાશ વિશ્વમાં આપણી સિદ્ધિઓ વિશ્વને બતાવવામાં આવશે. આ ઐતિહાસિક અવસર પર ચાલો જાણીએ અવકાશ સાથે જોડાયેલા કેટલાક પ્રખ્યાત શબ્દો વિશે જે આપણે દરરોજ સાંભળીએ છીએ.

આ પણ વાંચો: ભારતનો પ્રથમ National Space Day આજે; ISROનું લાઇવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોવું? જાણો બધું

1. NASA નું પૂરું નામ શું છે?
નાસા એ અમેરિકન સ્પેસ એજન્સી છે. તેનું આખું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (National Aeronautics and Space Administration) છે. અંતરિક્ષના ક્ષેત્રમાં તે સૌથી આગળ માનવામાં આવે છે.

2. શું તમે ESA નો અર્થ જાણો છો?
ESA ખરેખરમાં યુરોપની સ્પેસ એજન્સી છે અને તેનું આખું નામ યુરોપિયન સ્પેસ એજન્સી (European Space Agency) છે.

3. તમે ચીનના CNSA વિશે શું જાણો છો?
CNSA એ ચીનની સ્પેસ એજન્સી છે, જે ભારત, અમેરિકા અને રશિયાને સખત સ્પર્ધા આપી રહી છે. તેનું પૂરું નામ ધ ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (The China National Space Administration) છે.

4. Roscosmos શું છે?
આ રશિયાની સ્પેસ એજન્સીનું નામ છે. તેનં ફુલફોર્મ સ્ટેટ કોર્પોરેશન ફોર સ્પેસ એક્ટિવિટીઝ અથવા રશિયન ફેડરલ સ્પેસ એજન્સી છે.

5. શું તમે કેનેડાની સ્પેસ એજન્સીનું નામ જાણો છો?
કેનેડાની સ્પેસ એજન્સીનું પૂરું નામ કેનેડિયન સ્પેસ એજન્સી છે.

6. તમે ભારતની અવકાશ એજન્સી વિશે કેટલું જાણો છો?
ભારતની સ્પેસ એજન્સીનું નામ ISRO છે. આ એજન્સીએ છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેનું આખું નામ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (Indian Space Research Organisation) છે.

7. શું તમે DRDO વિશે જાણો છો?
DRDO ખરેખરમાં ભારતનું સંરક્ષણ સંશોધન સંગઠન છે, જેનું પુરૂ નામ Defence Research and Development Organisation છે.