September 19, 2024

દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ

Janmashtami : 26 ઓગસ્ટ સોમવારના રોજ ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તમામ કૃષ્ણ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. દેશભરના મંદિરોને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદ, મથુરા, દિલ્હી વગેરે કૃષ્ણ મંદિરોની તસવીરો સામે આવી છે.

કૃષ્ણ જન્માષ્ટમી પર ભક્તો પરંપરાગત રીતે વ્રત રાખે છે. મંદિરો અને ઘરોને ફૂલો, દીવાઓ અને રોશનીથી શણગારવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી પર મથુરા અને વૃંદાવનમાં મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મથુરા પહોંચતી ભીડને જોતા મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

મંદિરોની તસવીરો જુઓ.

મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભક્તો કૈલાસ પૂર્વ સ્થિત ઈસ્કોન મંદિરમાં પહોંચ્યા હતા.

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદના ઈસ્કોન મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ પહોંચી હતી.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી

જન્માષ્ટમીના અવસર પર મથુરાના કૃષ્ણ જન્મભૂમિ મંદિરની સુરક્ષાને લઈને મથુરાના સુપરિન્ટેન્ડેન્ટ બજરંગ બલી ચૌરસિયાએ જણાવ્યું કે આ વિસ્તારમાં 2000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: આજે ભગવાન શ્રીકૃષ્ણનો 5251મો જન્મોત્સવ, લાખો ભક્તો દ્વારિકા પહોંચ્યા