February 28, 2025

અમરેલી બાળકી પર બળાત્કાર મુદ્દે શિક્ષણમંત્રીએ નિવેદન, કહ્યું કે શિક્ષણ વિભાગ માટે શરમજનક કૃત્ય છે

Kuber Dindor: અમરેલી બાળકી પર બળાત્કાર મુદ્દે શિક્ષણમંત્રીએ નિવેદન આપ્યું છે. કુબેર ડિંડોરે કહ્યું કે સમગ્ર ઘટના ખૂબ જ દુઃખદ છે. પરિવાર સાથે અમારી સંવેદના છે. સમગ્ર ઘટના અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ માટે શરમજનક કૃત્ય છે. આવા નરાધમ માફી લાયક નથી. પોલીસ વિભાગને સૂચના આપી છે કડક કાર્યવાહીની. કાયદા મુજબ જે કલમો લગાવવાની થાય તે દિશામાં સૂચના આપી છે. સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવશે. દીકરીને ન્યાય મળે તે દિશામાં સરકાર કામ કરે છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું, 57 મજૂરો દટાયાં; બચાવ કામગીરી શરૂ

શું છે બનાવ
અમરેલીના કુકાવાડા રોડ પર આવેલી શાળામાં શિક્ષકે બે વિદ્યાર્થીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા 8 દિવસથી આ હેવાન શિક્ષક અવાર નવાર વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હોવાની વાત સામે આવી છે. ફરિયાદ નોંધાતા અમરેલી પોલીસે આરોપી શિક્ષકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.