કચ્છમાં બોરવેલમાં પડેતી યુવતીનું મોત, 34 કલાક બાદ મૃતદેહ બહાર કાઢવામાં સફળતા
કચ્છઃ કંઢેરાઈમાં બોરવેલમાં પડી ગયેલી યુવતીનું મોત નીપજ્યું છે. 34 કલાકની જહેમત બાદ તેને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 22 વર્ષીય ઇન્દ્રા મીણાએ બોરવેલમાં જ દમ તોડ્યો હતો.
કલાકો સુધી બોરવેલમાં ફસાઈ જવાના લીધે યુવતીનું શરીર ફુલાઈ ગયું હતું. યુવતી મૃત્યુ પામતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. બોરવેલમાં પડી જવાથી મૃત્યુ કે યુવતીએ આપઘાત કર્યો કે પછી હત્યાનો કેસ છે આ અંગે અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે આગામી સમયમાં પોસ્ટમોર્ટમ સહિતના રિપોર્ટ બાદ તમામ માહિતી સ્પષ્ટ થશે.