February 23, 2025

કચ્છના કેરા-મુન્દ્રા રોડ પર ગમખ્વાર અકસ્માત, 7 લોકોનાં મોત

કચ્છઃ પશ્ચિમ કચ્છમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ ઉપરાંત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પશ્ચિમ કચ્છમાં કેરા-મુન્દ્રા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત થતાં 7 લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ ખાનગી બસમાં 40 જેટલા લોકો સવાર હતા. ત્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. હાલ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અકસ્માતની ગંભીરતાને ધ્યાને રાખતા મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.