November 21, 2024

હવે કચ્છમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારો, બાળકોનો સહારો લઈ કોમી એકતા તોડવાનો પ્રયત્ન

કચ્છઃ ગુજરાતમાં કોમી તંગદિલી ફેલાવવાનું કામ મોટાપાયે વધી રહ્યું છે. સુરત, વડોદરા અને ભરૂચ બાદ હવે કચ્છમાં પણ કોમી એકતા તોડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. કચ્છના કોટડા જડોદર ગામે ગણેશપંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, કચ્છના કોટડા જડોદરમાં ગણપતિના પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારાને કારણે ગણપતિ બાપ્પાની મૂર્તિ ખંડિત થઈ ગઈ છે. માસૂમ બાળકોનો સહારો લઇ કચ્છની કોમી એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ નખત્રાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નખત્રાણા પોલીસે આ મામલે 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ મામલે પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડ કર્યા હતા.

આ પણ વાંચોઃ ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, બે કોમના ટોળા આમનેસામને

કચ્છ પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, કચ્છની શાંતિ ડહોળનારાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ
સમગ્ર ષડયંત્ર પાછળ કોણ કામ કરી રહ્યું છે તે દિશામાં પોલીસ કામગીરી કરી રહી છે. અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. ગત રાત્રિથી પોલીસની અલગ અલગ ટીમ ગામમાં તૈનાત છે. કોઈપણ ગુનેગારને છોડવામાં નહીં આવે. કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કરવી નહીં. ઉશ્કેરણીજનક મેસેજ કરવા નહીં. આ સમગ્ર મામલે પોલીસ વોચ રાખી રહી છે.’