Lakshya Sen: સેનનું આગામી ‘લક્ષ્ય’ ઓલિમ્પિક સેમિફાઇનલ
Lakshya Sen: ઓલિમ્પિક્સ 2024નો 7મો દિવસ ભારતીય એથ્લેટ્સ માટે ઘણો સારો રહ્યો હતો. ભારતના તમામ ખેલાડીઓનું અદભૂત પ્રદર્શન જોવા મળ્યું હતું. ઓલિમ્પિક્સ 2024માં બેડમિન્ટન મેન્સ સિંગલ ઇવેન્ટની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે લક્ષ્યનું આગામી લક્ષ્ય ભારત માટે મેડલ સુનિશ્ચિત કરવાનું રહેશે. જો તેઓ સેમિફાઇનલ મેચમાં જીતી જાય છે તો તે ભારત માટે સિલ્વર મેડલ નિશ્ચિત બની જશે. લક્ષ્ય સેન આ ઓલિમ્પિકમાં શાનદાર ફોર્મમાં જોવા મળશે.
કેવી રહી હતી લક્ષ્યની મેચ?
લક્ષ્ય સેને ઓલિમ્પિક 2024માં બેડમિન્ટનની મેન્સ સિંગલ ઈવેન્ટની સેમિફાઈનલમાં જગ્યા બનાવીને ઈતિહાસ રચી દીધો છે. લક્ષ્ય સેને તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ચાઈનીઝ તાઈપેઈના ખેલાડીને હરાવી દીધો છે. લક્ષ્ય માટે આ મેચ જીતવી સરળ નથી. લક્ષ્ય સેને એવું કર્યું નહીં અને પ્રથમ સેટ ગુમાવ્યા બાદ તેણે બીજા સેટમાં જોરદાર પ્રદર્શન કરતા જોવા મળ્યો હતો. ચાઈનીઝ તાઈપેઈનો ખેલાડી પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો અને સેને આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો. સેને આ તકનો ફાયદો ઉઠાવ્યો હતો અને તેણે ત્રીજા સેટમાં તેને 21-12ના માર્જીનથી હરાવ્યો હતો.
આ પણ વાંચો: Paris Olympics 2024 Day 8: આજે ભારત પ્રથમ ગોલ્ડ જીતી શકે છે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
સેને ઈતિહાસ રચ્યો
લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચીને એક મોટો રેકોર્ડ બનાવી લીધો છે. ઓલિમ્પિકની મેન્સ સિંગલ ઈવેન્ટની સેમિફાઈનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈ અન્ય પુરૂષ ખેલાડી બેડમિન્ટનમાં આટલી સફર કરી શક્યા નથી. જોકે પીવી સિંધુ મહિલા સિંગલ્સમાં ઓલિમ્પિક ફાઈનલ સુધી રમી છે.